Yuzvendra Chahal, IPL 2022: 'નશામાં ધૂત ખેલાડીએ મને 15મા માળેથી ઉંધો લટકાવ્યો, માંડ માંડ જીવ બચાવ્યો...', ચહલનો 9 વર્ષ જૂનો ખુલાસો
Yuzvendra Chahal, IPL 2022: 31 વર્ષીય યુઝવેન્દ્ર ચહલ આઈપીએલ 2022 સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમી રહ્યો છે. તેમણે ઓફ સ્પિનર રવિચંદ્રન સાથે વાત કરતા આ ખુલાસો કર્યો છે. આ વીડિયો ખુદ રાજસ્થાન ફ્રેચાઈઝીએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી શેર કર્યો છે. ચહલ અને અશ્વિનની સાથે વીડિયોમાં કરૂણ નાયર પણ નજરે પડી રહ્યો છે.
Trending Photos
મુંબઈ: હંમેશાં સાથી ખેલાડીઓ અને સ્ટાફની સાથે મઝાક મસ્તી કરવા માટે જાણીતી ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પોતાના જીવન સાથે જોડાયેલો એક મોટો ખુલાસો કર્યો છે. ચહલે જણાવ્યું છે કે 9 વર્ષ પહેલા આઈપીએલ મેચ પુરી થયા બાદ એક ખેલાડીએ નશાની હાલતમાં મને 15મા માળની બાલ્કનીમાંથી લટકાવી દીધો હતો, ત્યારે થોડી પણ ભૂલ થઈ હોય તો હું નીચે પડી જાત.
31 વર્ષીય યુઝવેન્દ્ર ચહલ આઈપીએલ 2022 સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમી રહ્યો છે. તેમણે ઓફ સ્પિનર રવિચંદ્રન સાથે વાત કરતા આ ખુલાસો કર્યો છે. આ વીડિયો ખુદ રાજસ્થાન ફ્રેચાઈઝીએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી શેર કર્યો છે. ચહલ અને અશ્વિનની સાથે વીડિયોમાં કરૂણ નાયર પણ નજરે પડી રહ્યો છે.
ચહલને 15મી માળની બાલ્કનીમાંથી ઉંધો લટકાવ્યો
યુઝવેન્દ્ર ચહલે જણાવ્યું, મારી જે સ્ટોરી છે, તે અમુક લોકોને જ ખબર છે. મેં આજદિન સુધી કોઈને આ વાત કરી નથી. 2013ની વાત છે, જ્યારે હું મુંબઈ ઈન્ડિયન્સમાં હતો અને અમારી મેચ પણ બેંગ્લુરુમાં જ હતી. મેચ પુરી થયા બાદ ગેટ ટૂ ગેધર હતું. ત્યાં એક ખેલાડી હતો, જે ખૂબ નશામાં હતો. હું તેનું નામ નહીં લઉં. તે મને લાંબા સમયથી મારી સામે જોઈ રહ્યો હતો. તેણે મને બોલાવ્યો અને મને ઉપાડીને બાલ્કનીમાંથી લટકાવી દીધો. મેં મારા હાથથી તેનું માથું પકડી રાખ્યું હતું. જો મારો હાથ છૂટી ગયો હોત તો હું 15મા માળેથી નીચે પડી ગયો હોત.
Royals’ comeback stories ke saath, aapke agle 7 minutes hum #SambhaalLenge 💗#RoyalsFamily | #HallaBol | @goeltmt pic.twitter.com/RjsLuMcZhV
— Rajasthan Royals (@rajasthanroyals) April 7, 2022
'મને લાગ્યું કે હું મરતા મરતા બચી ગયો'
ચહલે આ ઘટના વિશે વધુમાં જણાવ્યું કે, પછી ત્યાં હાજર લોકો આવ્યા અને પછી તેમણે સ્થિતિ સંભાળી લીધી. મારી હાલત બેહોશ જેવી થઈ ગઈ હતી. લોકોએ મને પાણી પીવડાવ્યું. પછી મને ખબર પડી કે જો તમે ક્યાંક જાઓ છો, તો તમારે કેટલા જવાબદાર અને સમજદાર બનવું પડશે. આ મારા જીવનનો એક ભાગ હતો જ્યાં મને લાગ્યું કે હું જતા જતા (મરતા-મરતા) પાછો આવ્યો છું. જો સહેજ પણ ભૂલ થઈ હોત તો હું પડી ગયો હોત.
ચહલની પ્રથમ IPL ટીમ મુંબઈ હતી
ચહલ છેલ્લી IPL સિઝન સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમતા જોવા મળ્યો હતો. આરસીબીએ ચહલને રિટેન કર્યો નહોતો. એવામાં મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે તેણે 6.50 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. ચહલે અત્યાર સુધી આઈપીએલમાં બેંગ્લોર અને રાજસ્થાન સિવાય મુંબઈ ઈન્ડિયન્સ માટે ક્રિકેટ રમી છે. આઈપીએલમાં મુંબઈ ચહલની પ્રથમ ટીમ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે