Team India: 3 વર્ષમાં ત્રીજીવાર વિશ્વકપ ટીમથી બહાર થયો આ ખેલાડી, હવે આપી પ્રતિક્રિયા

World Cup 2023: ભારતનો એક ખેલાડી સતત ત્રીજીવાર વિશ્વકપ ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યો નથી. સતત મોટી ટૂર્નામેન્ટમાં બહાર થવા પર આ સ્ટાર સ્પિનરે પ્રતિક્રિયા આપી છે. 

Team India: 3 વર્ષમાં ત્રીજીવાર વિશ્વકપ ટીમથી બહાર થયો આ ખેલાડી, હવે આપી પ્રતિક્રિયા

Team India World Cup 2023 Squad: વનડે વિશ્વકપ 2023 માટે 15 સભ્યોની ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. ઘણા ખેલાડી પ્રથમવાર વિશ્વકપમાં રમશે. પરંતુ ભારતીય ટીમમાં એક મોટા મેચ વિનર ખેલાડીને સામેલ કરવામાં આવ્યો નથી. આ પ્રથમવાર નથી જ્યારે આ ખેલાડીને મહત્વના સમયે બહાર કરવામાં આવ્યો હોય. હવે ભારતના આ ખેલાડીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. 

3 વર્ષમાં ત્રીજીવાર વિશ્વકપ ટીમમાંથી બહાર
ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે વિશ્વકપ ટીમમાં પસંદગી ન થતાં મોટી વાત કહી છે. તેણે કહ્યું કે હવે ડ્રોપ થવાની આદત થઈ ગઈ છે. આ તેની જિંદગીનો ભાગ બની ચુક્યુ છે. આ પહેલા ટી20 વિશ્વકપ 2021 માટે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહીં. જ્યારે 2022ના ટી20 વિશ્વકપમાં તેને ટીમમાં તક મળી પરંતુ એકપણ મેચ રમી નહીં. પરંતુ ભારતની ઘરેલૂ પરિસ્થિતિમાં ચહલને વિશ્વકપમાંથી બહાર રખાતા અનેક દિગ્ગજો આશ્ચર્ય વ્યક્ત કરી ચુક્યા છે. 

યુઝવેન્દ્ર ચહલે આપી પ્રતિક્રિયા
વિઝનડ ઈન્ડિયાએ ચહલના હવાલાથી કહ્યું- હું સમજુ છું કે માત્ર 15 ખેલાડી ભાગ લઈ શકે છે, કારણ કે આ વિશ્વકપ છે. જ્યાં તમે 17-18 ખેલાડીઓને ન લઈ જઈ શકો. મને થોડુ ખરાબ લાગે છે, પરંતુ જીવનમાં મારો ઉદ્દેશ્ય આગળ વધવાનો છે. તેણે હાસ્ય સાથે કહ્યું- મને હવે તેની ટેવ પડી ગઈ છે. ત્રણ વિશ્વકપ થઈ ગયા છે. 2019થી ચહલ આઈસીસી ટૂર્નામેન્ટમાં ભાગ લેવામાં સફળ થયો નથી. 2016માં પર્દાપણ કર્યા બાદ ચહલ સફેદ બોલ ક્રિકેટમાં ભારત માટે મહત્વનો સાબિત થયો છે. તેણે ઈંગ્લેન્ડમાં 2019ના વિશ્વકપમાં 12 વિકેટ ઝડપી હતી. 

ચહલ વિશ્વકપમાંથી બહાર થવાની સાથે ચર્ચાનો વિષય બની ગયો હતો. પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ જેવા ઘણા પૂર્વ ખેલાડીઓએ કહ્યું કે ચહલને તક આપવાની જરૂર હતી. આ વચ્ચે ચહલ કેન્ટની સાથે ત્રણ મેચની કાઉન્ટી ચેમ્પિયનશિપ માટે ઈંગ્લેન્ડ પહોંચ્યો અને હવે તેનું ધ્યાન ભારત માટે ટેસ્ટ મેચમાં તક મેળવવાનું છે. ચહલે કહ્યું- હું અહીં (કેન્ટમાં) રમવા આવ્યો છું કારણ કે હું ગમે ત્યાં ક્રિકેટ રમવા ઈચ્છુ છું. મને અહીં લાલ બોલથી તક મળી રહી છે અને હું ગંભીરતાથી ભારત માટે લાલ બોલ ક્રિકેટ રમવા ઈચ્છુ છું. તેથી મારા માટે આ સારો અનુભવ હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news