યુવરાજ સિંહે લીધી નિવૃતી, વીડિયો મેસેજથી યાદ કરી પૂરી સફર
આ તક પર તેણે એક વીડિયો મેસેજ રિલીઝ કર્યો, જેમાં તેણે પોતાના પૂરા ક્રિકેટ કરિયરને યાદ કર્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ વિશ્વકપ 2011ના હીરો અને કેન્સરને હરાવીને વાપસી કરનાર ચેમ્પિયન યુવરાજ સિંહે આખરે ક્રિકેટમાંથી નિવૃતી લઈ લીધી છે. સત્તાવાર જાહેરાત પહેલા યુવીએ એક ભાવુક કરી દેનાવો વીડિયો સંદેસ જારી કર્યો હતો. પોતાની નિવૃતીને 'સ્ટેપિંગ આઉટ' નામ આપનારા આ યુવીએ આ વીડિયોના માધ્યમથી પોતાના પૂરી ક્રિકેટ સફરને યાદ કરી. તેમાંથી તેણે પોતાના કરિયરની ખાસ સૌથી યાદગાર ક્ષણ પણ જણાવી હતી.
યુવરાજે જે વીડિયો શેર કર્યો તેમાં તેના પિતા યોગરાજ સિંહ અને માતા પણ દેખાઇ હતી. આ વીડિયો મેસેજની શરૂઆતમાં યુવરાજ પોતાના પિતાની સાથે દેખાઇ છે. તેમાં યોગરાજ તેને તે જગ્યાએ લઈ જાય છે જ્યાંથી યુવરાજની સફર શરૂ થઈ. જૂનુ ઘર, જેને યુવરાજ સેમી જેલ ગણાવે છે. તેની સ્કૂલ અને ક્રિકેટ ગ્રાઉન્ડ જ્યાં યુવરાજે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.
યુવરાજે જણાવ્યું કે, શરૂઆતમાં તેન સ્કેટિંગ કરવાનું પસંદ હતું. પરંતુ તેના કારણે યોગરાજને ગુસ્સો આવતો હતો. યુવી જણાવે છે કે એકવાર જ્યારે તે સ્કેટિંગમાં ગોલ્ડ જીતીને લાગ્યો તો પિતાએ તે મેડલ ફેંકી દીધો હતો. જેના પર યુવી ઘણો દુખી થયો હતો. બાદમાં તેના પિતાએ તેને ક્રિકેટ તરફ જવા કહ્યું હતું.
ત્રણ યાદગાર ક્ષણ
યુવરાજે વીડિયોમાં પોતાના ક્રિકેટ કરિયરની ત્રણ સૌથી યાગદાર ક્ષણ પણ જણાવી. તેમાં 2011નો વિશ્વકપ જીતવો, છ સિક્સ ફટકારવી અને પ્રથમ ટેસ્ટ સદી ફટકારવી રહી. યુવીએ વાનખેડે સ્ટેડિયમને પોતાના કરિયરમાં સૌથી મહત્વનું ગણાવ્યું.
કેન્સર સામે પણ ન હાર્યો
મેસેજમાં તે જણાવે છે કે કેન્સર સામે તેણે હાર ન માની. તે બોલ્યો કે તેના મનમાં એવો ખ્યાલ ન આવ્યો કે કોઈ બિમારી તેને હરાવી શકે છે. આ દરમિયાન યુવીની માતાએ તેને સંભાળ્યો અને દિલાસો આપ્યો. યુવરાજે જણાવ્યું કે, માતા, પિતા સિવાય તેને ગુરૂ બાબા રામ સિંહ તેની જિંદગીમાં સૌથી મહત્વના છે.
માતા હંમેશા સાથે રહી
વીડિયોમાં યુવીએ જણાવ્યું કે, તેમની માતા હંમેશા તેના સમર્થનમાં રહી. યુવીએ જણાવ્યું કે, માતા તેની મેચ ક્યારેય ન જોતા કારણ કે તેમને લાગતું હતું કે, તે જ્યારે તેની મેજ જુઓ તો તે ઝડપતી આઉટ થઈ જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે