ટીમ ઈન્ડિયાના 'યુવરાજે' ક્રિકેટને કહ્યું અલવિદા, 19 વર્ષનું રહ્યું કરિયર

ટીમ ઈન્ડિયાના 'યુવરાજે' ક્રિકેટને કહ્યું અલવિદા, 19 વર્ષનું રહ્યું કરિયર

નવી દિલ્હીઃ ભારતના 2007 ટી20 વર્લ્ડ કપ અને 2011 ક્રિકેટ વિશ્વકપમાં જીતનો હીરો રહેલા યુવરાજ સિંહે સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી છે. 

યુવરાજ સિંહ મુંબઈની સાઉથ હોલટમાં પત્રકાર પરિષદ કરી રહ્યો છે. જ્યાં તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી રહ્યો છે. 

જાણકારી પ્રમાણે યુવરાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી બાદ આઈસીસી માન્યતા પ્રાપ્ત વિદેશી ટી20 લીગમાં રમવા ઈચ્છે છે. યુવી વિદેશી ટી20 લીગમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે રમવા ઈચ્છે છે. 

યુવરાજ સિંહ 2019 ક્રિકેટ વિશ્વકપમાં રમવા ઇચ્છે છે. પરંતુ ખરાબ ફોર્મ અને ફિટનેસને કારણે તેનું આ સપનું અધુરૂ રહી ગયું હતું. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે યુવરાજ આંતરરાષ્ટ્રીય અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃતી લેવા વિશે વિચારી રહ્યો છે.

પત્રકાર પરિષદમાં શું બોલ્યો યુવરાજ

યુવરાજ સિંહે કહ્યું કે, મેં ક્યારેય પડકારની સામે હાર નથી માની ભલે તે ક્રિકેટ હોય કે કેન્સર જેવી બિમારી. 

યુવરાજે કહ્યું કે, તે ઘણા સમયથી નિવૃતી વિશે વિચારી રહ્યો હતો અને હવે તેનો પ્લાન આઈસીસી દ્વારા માન્યતા પ્રાપ્ત ટી20 ટૂર્નામેન્ટમાં રમવાનો છે. 

યુવરાજે સાઉથ મુંબઈ હોટલમાં આયોજીત પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી. તેમની સામે બેઠેલા તેમની માતાની આંખમાંથી આસું નિળવી આવ્યા હતા. યુવરાજ સિંહ પણ આ તકે ભાવુક થયો હતો. 

યુવરાજ સિંહ પોતાના માતાથી ઘણો નજીક છે. સંન્યાસની જાહેરાત કરવા સમયે પણ યુવરાજે કહ્યું કે, મારી માતા હંમેશા મારી તાકાત રહી છે. 

પોતાના ક્રિકેટ કરિયરને યાદ કરતા યુવરાજે કહ્યું કે, 'પોતાના 25 વર્ષના કરિયર અને ખાસ કરીને 17 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરમાં ઘણા ચઢાવ-ઉતાર જોયા. હવે મેં આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે. આ રમતને મને શીખવાડ્યું કે, તેમ લડવું છે, પડવું છે, ફરી ઉઠવું છે અને આગળ વધવું છે.'

— ANI (@ANI) June 10, 2019

યુવરાજ સિંહ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો, પરંતુ તેને વધુ તક ન મળી. યુવીએ આ વર્ષે આઈપીએલમાં મુંબઈ તરફથી 4 મેચોમાં કુલ 98 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર 53 રન રહ્યો હતો. 

37 વર્ષીય યુવરાજ સિંહે ભારત માટે પોતાની અંતિમ વનડે મેચ 30 જૂન 2017ના વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમી હતી. યુવીએ પોતાની અંતિમ ટી20 મેચ 1 ફેબ્રુઆરી 2017ના ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. જ્યારે અંતિમ ટેસ્ટ મેચ 2012માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. 

12 ડિસેમ્બર 1981ના જન્મેલો યુવરાજ સિંહ છેલ્લા બે વર્ષથી ટીમ ઈન્ડિયા માટે કોઈપણ ફોર્મેટમાં ક્રિકેટ રમી રહ્યો નહતો. ખરાબ ફોર્મ અને ફિટનેસને કારણે તે ટીમમાંથી બહાર હતો. 

યુવરાજ સિંહનું આતરરાષ્ટ્રીય કરિયર
યુવરાજ સિંહે તે વિશ્વકપની 9 મેચોમાં 362 રન બનાવવાની સાથે 15 વિકેટ ઝડપીને મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો. ભારતીય ટીમમાં યુવરાજ સાથે પોતાનું કરિયર શરૂ કરનારા મોટા ભાગના ખેલાડી નિવૃતી લઈ ચુક્યા છે. તેમાં કેફ, વીરૂ અને ઝહીર ખાન મુખ્ય છે. વર્ષ 2000માં કેન્યા વિરુદ્ધ  નૈરોબી વનડેથી પોતાના વનડે કરિયરનો પ્રારંભ કરનારા યુવરાજ સિંહે ભારત માટે 40 ટેસ્ટ, 304 વનડે અને 58 ટી20 મેચ રમી છે. ટેસ્ટમાં યુવરાજના નામે 3 સદી અને 11 અડધી સદી નોંધાયેલી છે. ટેસ્ટમાં તેણે કુલ 1900 રન બનાવ્યા હતા. વનડેમાં તેણે 14 સદી અને 52 અડધી સદીની મદદથી કુલ 8701 રન બનાવ્યા તો ટી20માં 8 અડધી સદીની મદદથી 1177 રન બનાવ્યા છે. ટેસ્ટમાં યુવરાજનો સર્વોચ્ચ સ્કોર 169, વનડેમાં 150 અને ટી20માં 77* છે. તેણે બોલિંગ કરતા ટેસ્ટમાં 11, વનડેમાં 1111 અને ટી20માં 28 વિકેટ ઝડપી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news