યૂથ ટેસ્ટ: ફક્ત મીડિયામાં જ છવાયો અર્જુન તેંડુલકર, બીજી મેચમાં પણ ફ્લોપ
બીજી મેચમાં અર્જુન તેંડુલકર પાસે ઘણી આશાઓ હતી પરંતુ તે 14 રન બનાવીને રન આઉટ થઇ ગઇ. તેમણે 18 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 14 રન બનાવ્યા.
Trending Photos
હમ્બનટોટા: બીજી યુવા ટેસ્ટ મેચ પર ભારત અંડર-19 ટીમે શ્રીલંકા અંડર- 19ના ટોપ ઓર્ડરને હચમચાવીને પોતાની પકડ મજબૂત કરી લીધી. પવન શાહના રેકોર્ડ બેવડી સદીના લીધે ભારત અંડર-19ના 613 રનનો વિશાળ સ્કોઅર બનાવીને પોતાની પહેલી ઇનિંગ શરૂ કરી દીધી. શ્રીલંકાએ તેના જવાબમાં દિવસની રમત સમાપ્ત થાય ત્યાં સુધી ચાર વિકેટ અપ્ર 140 રન બનાવી લીધા છે અને હાલ ભારતના સ્કોરથી 537 રન પાછળ છે જ્યારે તેની વિકેટ બાકી છે. અથર્વ તાયડેએ 177 રનની ઇનિંગ રમી. બધાની નજર અર્જુન તેંડુલકર પર હતી પરંતુ તે કોઇ ખાસ કમાલ કરી શક્યો નહી.
શાહે એક ઓવરમાં ફટકાર્યા છ ચોગ્ગા
પવન શાહે 282 રન બનાવ્યા જે અંડર-19 યુવા ટેસ્ટ મેચોમાં કોઇ ભારતીયનો સર્વાધિક વ્યક્તિગત સ્કોર છે. તેમણે તન્મય શ્રીવાસ્તવનો રેકોર્ડ તોડ્યો જેમણે 2006માં પાકિસ્તાન વિરૂદ્ધ પેશાવરમાં 220 રન બનાવ્યા હતા. પવન શાહે યુવા ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયાના ક્લિંટન પીકના અણનમ 304 રન બાદ બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. પીકે 1995માં ભારત વિરૂદ્ધ મેલબર્નમાં આ ઇનિંગ રમી હતી. પવન શાહની ઇનિંગનું આકર્ષણ ઇનિંગની 108મી ઓવરમાં ડાબોડી બોલર વિચિત્રા પરેરાની છ ચોગ્ગા ફટકાર્યા. તેમણે તેમાંથી એક ચોગ્ગા વડે બેવડી સદી પુરી કરી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પહેલાં એક ઓવરમાં છ ચોગ્ગા 1982માં સંદીપ પાટીલે ઇગ્લેંડના ફાસ્ટ બોલર બાબ વિલિસની ઓવરમાં ફટકાર્યા હતા. વિલિસે જોકે તે ઓવરમાં એક નો બોલ પણ ફેંક્યો હતો. પવન શાહે પોતાની ઇનિંગમાં 382 બોલનો સામનો કર્યો 33 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી. ભારતીય ટીમે સવારે ચાર વિકેટ પર 428 રનથી આગળ રમતાં પોતાની પહેલી ઇનિંગ આઠ વિકેટના નુકસાન પર 613 રન બનાવીને સમાપ્ત જાહેર કરી. કાલે અથર્વ તાયડે (177)ની સાથે બીજી વિકેટ માટે 263 રન બનાવનાર પવન શાહે આજે નહાલ વાઢેરા (64)ની સાથે પાંચમી વિકેટ માટે 160 રનની ભાગીદારી કરી.
અર્જુન તેંડુલકર ફકત 14 રન બનાવી શક્યો
બીજી મેચમાં અર્જુન તેંડુલકર પાસે ઘણી આશાઓ હતી પરંતુ તે 14 રન બનાવીને રન આઉટ થઇ ગઇ. તેમણે 18 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 14 રન બનાવ્યા. પહેલી મેચમાં પણ અર્જુન તેંડુલકરમાં કોઇ કમાલ કરી શક્યો નહી અને શૂન્ય પર આઉટ થઇ ગયો હતો. જોકે પહેલી મેચમાં તેમણે બોલીંગમાં એક વિકેટ લીધી હતી જેની ખૂબ ચર્ચા થઇ હતી. હજુ સુધી અર્જુન તેંડુલકરના ખાતાના આ દૌરમાં ફક્ત આ જ ઉપલબ્ધિ નોંધાવી છે.
શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી
શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી અને તેણે બીજા દિવસની રમત પુરી થઇ ત્યાં સુધી પોતાની પહેલી ઇનિંગમાં ચાર વિકેટ પર 140 રન બનાવ્યા છે. શ્રીલંકા અંડર-19 હજુ ભારતીય ટીમથી 473 રન પાછળ છે. ડાબા હાથના ફાસ્ટ બોલર મોહિત જાંગડા (43 રન આપીને ત્રણ વિકેટ)એ શ્રીલંકાનો ટોચનો ક્રમ ત્રણ વિકેટના નુકસાન પર 34 રન કરી દીધા. ત્યારબાદ પાસિંદુ સૂરિયાબંડારા (અણનમ 51)એ જવાબદારી સંભાળી અને કામિલ મિશારા (44)ની સાથે મળીને સ્કોર 91 રન સુધી પહોંચાડ્યો. ડાબા હાથના સ્પિનર સિદ્ધાર્થ દેસાઇએ મિશારાને બોલ્ડ કરીને ભાગીદારી તોડી. સ્ટંપ ઉખાડતી વખતે સૂરિયાબંડારાની સાથે સોનલ દિનુશા 24 રન પર રમી રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે