IAAF વર્લ્ડ અંડર-20 એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં હિમા દાસે ગોલ્ડ જીતી રચ્યો ઇતિહાસ

51.48 સેકન્ડમાં 400 મિટરનુ અંતર કાપીને ભારતીએ પ્રતિદ્વંદીઓને ધુળ ફાંકતા કરી દીધા હતા

IAAF વર્લ્ડ અંડર-20 એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં હિમા દાસે ગોલ્ડ જીતી રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી : ભારતીય રનર હિમા દાસે ગુરૂવારે ઇતિહાસ રચી દીધો હતો. તેમણે IAAF વર્લ્ડ અંડર-20 એથલેટિક્સ ચેમ્પિયનશિપની 400 મીટર ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે ટ્રેક ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથલિટ બની છે. 18 વર્ષીય દાસે 51.48 સેકન્ડમાં 400 મીટરનું અંતર પાર કરીને ટોપ પોઝીશન પ્રાપ્ત કરી હતી. દાસે બુધવારે સેમીફાઇનલમાં પણ 51.10 સેકન્ટનો સમય કાઢીને ટોપ કર્યું હતું. પહેલા રાઉન્ડમાં પણ તેમણે 52.25 સેકન્ડનો રેકોર્ડ સમયમાં અંતર કાપ્યું હતું. 

અસમની રહેવાસી દાસે ભારતીયી અંડર-20નો રેકોર્ડ 51.32 સમયમાં પુર્ણ કરતા એપ્રીલમાં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં છઠ્ઠુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ત્યાર બાદથી તે સતત પોતાનો સમય ઘટાડી રહ્યા છે. હાલમાં જ તેમણે આંતરરાજ્યીય ચેમ્પિયનશીપમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ ઇવેન્ટમાં તેમણે 51.13 સેકન્ડમાં જ આટલુ અંતર પાર કર્યું હતું. 

Hima Das is the first Indian woman to win an IAAF world U20 title!@afiindia #IAAFworlds pic.twitter.com/my1w3nIxFV

— IAAF (@iaaforg) July 12, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news