કોહલીના હાથમાં બનેલું આ ચિત્ર ચમકાવે છે વિરાટની કિસ્મત! શરીર પરના દરેક ટેટુ નો છે ખાસ અર્થ

Virat Kohli: ભગવાનનો ભક્ત! વિરાટ કોહલીના હાથમાં છે શ્રીયંત્ર, શરીર પરના દરેક ટેટુંનું છે એક અલગ મહત્વ...વિરાટે કાલે સદી ફટકાર્યા બાદ હાથ ઉંચા કરી અભિવાદન કરતાં તેના હાથમાં રહેલા શ્રીયંત્રના ટેટુએ પણ ચર્ચા જગાવી છે.

કોહલીના હાથમાં બનેલું આ ચિત્ર ચમકાવે છે વિરાટની કિસ્મત! શરીર પરના દરેક ટેટુ નો છે ખાસ અર્થ

Virat Kohli: વિરાટ કોહલી નામની જેમ જ ક્રિકેટ જગતમાં વિરાટ બની રહ્યો છે. વિરાટ કોહલીએ ગઈકાલે સેમીફાયનલમાં 50મી સદી ફટકારી ક્રિકેટના ભગવાન સચીન તેડુંલકરને પાછળ રાખી દીધા છે. વિરાટ એ અતિ ફેશનેબલ હોવાની સાથે આધ્યાત્મિક પણ છે. એ ભગવાનમાં પણ અતિ વિસ્વાસ ધરાવે છે. તેણે 50મી સદી ફટકાર્યા બાદ અનુષ્કા સાથે ભગવાન મહાકાલના દર્શન કર્યા હતા. આ પહેલાં પણ પતિ પત્ની મહાકાલના દ્વારે જોવા મળ્યા છે. બાબા નિમકરોલીમાં પણ વિરાટ કોહલીને અનોખી શ્રદ્ધા છે. તે બાબાના આશ્રમે દર્શન માટે પહોંચે છે. હાલમાં વિરાટની તુલના કરી શકે એવો ભારતમાં કોઈ ખેલાડી નથી. દિવસે ને દિવસે તેની પ્રગતિ થતી જાય છે.

વિરાટે કાલે સદી ફટકાર્યા બાદ હાથ ઉંચા કરી અભિવાદન કરતાં તેના હાથમાં રહેલા શ્રીયંત્રના ટેટુએ પણ ચર્ચા જગાવી છે. કોહલી આસ્થા અને ભક્તિમાં વિશ્વાસ રાખે છે. અનુષ્કા શર્મા પણ એટલી જ ભક્તિમય છે.  ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી 2માં વિશ્વના નંબર-1 બેટ્સમેન વિરાટ કોહલી પોતાના દ્રઢ સંકલ્પના સહારે લક્ષ્ય સાધવામાં હંમેશા આગળ રહે છે. પોતાની કરિયર દરમિયાન તેને પોતાની બોડી પર અત્યાર સુધી 11 ટેટૂ બનાવ્યા છે.  વિરાટે તેના જમણા હાથ પર બનાવેલું ટેટૂ  તેની આધ્યાત્મિકતાની ઝલક દેખાડે  છે. 

 

ક્રિકેટ જગતમાં હાલમાં ભારતીય ટીમનો દબદબો છે. એક પણ મેચ હાર્યા વિના ભારતીય ટીમ વિશ્વકપની ફાયનલમાં પહોંચી છે. જેમાં સૌથી વધારે રન એ કોહલીએ ફટકાર્યા છે. ટીમની વાત કરીએ તો જ્યારે સ્ટાઈલિશ પ્લેયર્સને યાદ કરાય છે. તેમાં સૌથી પહેલું નામ વિરાટ કોહલીનું આવે છે. લાખો-કરોડો ફેન્સ તેમની રમતની સાથે સાથે તેમની લાઈફસ્ટાઈલના પણ ક્રેઝી છે. વિરાટ કોહલી પોતે ટેટૂના દીવાના છે. તેમના શરીર પર 1-2 નહીં પણ 11 ટેટૂ છે અને તે ખાસ હેતુ સાથે બનાવાયા છે. તો જાણો શું છે દરેક ટેટૂનો મતલબ. 

'રન મશીન'થી ઓળખાતા વિરાટને ટેટૂનો શોખ, જાણો 11નો અર્થઃ

1) ભગવાનની આંખ, ડાબા ખભા પર
વિરાટ તેને ભગવાનની આંખ કહે છે, જે દરેક વસ્તુને જોવામાં સક્ષમ છે. જે તમને સાચો રસ્તો બતાવે છે.

2) જાપાનીઝ સમુરાઇ, ડાબા હાથ પર
આને જાપાની યોદ્ધાઓ કહેવામાં આવે છે. વિરાટ તેને શક્તિનું પ્રતિક માને છે.

3) 175, ડાબા હાથની ટોચ
આ કોહલીનો ODI કેપ નંબર છે.

4) 269, ડાબી બાજુએ
આ કોહલીનો ટેસ્ટ કેપ નંબર છે.

5) સરોજ, ડાબા હાથની ટોચ પર
આ કોહલીની માતાનું નામ છે.

6) પ્રેમ, ડાબી બાજુ
આ વિરાટના પિતાનું નામ છે.

7) ભગવાન શિવ, ડાબા હાથ પર
માઉન્ટ એવરેસ્ટ પર ધ્યાન માં મગ્ન ભગવાન શિવની છબી.

8) મઠ, ડાબા ખભાની નજીક
તે મઠોને મઠ કહેવામાં આવે છે, જ્યાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ ધ્યાન કરે છે.

9) વૃશ્ચિક, ઉપરનો જમણો હાથ
વૃશ્ચિક (સ્કોર્પિયો), તે વિરાટની નિશાની છે.

10) ઓમ, ડાબા ખભાની ઉપર
હિન્દુ ધર્મમાં ઓમનું પ્રતીક શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેના ઉચ્ચારણથી વ્યક્તિ ભગવાનનું ધ્યાન કરે છે. આ ઓમ સુસંગત ધ્વનીને તે જીવનનો સાર માને છે.

11) ટ્રાઇવલ, જમણા કાંડા પર
ટ્રાઇવલને હિન્દીમાં આદિવાસીઓ કહેવામાં આવે છે, અને આ લોકો હજુ પણ જંગલોમાં રહે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news