World Cup 2023 ના સેમીફાઈનલમાં ટકરાશે ભારત અને પાકિસ્તાન? આશ્ચર્ય પામશો નહીં, શક્ય છે..

IND vs PAK: પાકિસ્તાન ક્રિકેટ ટીમની નેટ રનરેટ -0.400 છે. ઘણા ક્રિકેટ એક્સપર્ટ પ્રમાણે પાકિસ્તાનની ટીમની સેમીફાઈનલમાં પહોંચવાની સંભાવના નથી. પરંતુ હવે એવું સમીકરણ બની શકે છે, જેમાં ભારત અને પાકિસ્તાન ટીમ વિશ્વકપની સેમીફાઈનલમાં ટકરાઈ શકે છે. 
 

World Cup 2023 ના સેમીફાઈનલમાં ટકરાશે ભારત અને પાકિસ્તાન? આશ્ચર્ય પામશો નહીં, શક્ય છે..

World Cup 2023: ક્રિકેટના મોટા-મોટા જાણકાર માને છે કે વિશ્વકપ-2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સેમીફાઈનલમાં પહોંચવાનું સપનું પૂરુ થઈ શકશે નહીં. ટૂર્નામેન્ટ પહેલા પાકિસ્તાનને વિશ્વકપ 2023ના સેમીફાઈનલમાં પહોંચવાનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું હતું. પાકિસ્તાને પોતાની પ્રથમ બે મેચમાં નેધરલેન્ડ અને શ્રીલંકાને પરાજય આપ્યો હતો. પરંતુ ત્યારબાદ ટીમ ભટકી ગઈ અને આગામી ત્રણ મેચમાં હારનો સામનો કર્યો છે. 

વિશ્વકપ 2023ની સેમીફાઈનલમાં ટકરાશે ભારત અને પાકિસ્તાન?
પાકિસ્તાને ભારત, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનની ટીમ પાંચ મેચમાં બે જીત અને ત્રણ હારની સાથે ચાર પોઈન્ટ લઈને પોઈન્ટ્સ ટેબલમાં પાંચમાં સ્થાને છે. પાકિસ્તાનની નેટ રનરેટ પણ ખરાબ છે. હાલમાં પાકિસ્તાાન ટીમની નેટ રનરેટ -0.400 છે. ઘણા ક્રિકેટ એક્સપર્ટ પ્રમાણે પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચશે તેવી શક્યતા લાગી રહી નથી. પરંતુ હવે એક એવું સમીકરણ બની શકે છે, જેમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર સેમીફાઈનલમાં થઈ શકે છે. 

આ રીતે સંભવ છે ભારત-પાક સેમીફાઈનલ
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી વિશ્વકપ 2023માં પોતાની શરૂઆતી પાંચ મેચમાં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. વિશ્વકપમાં ટીમ ઈન્ડિયા પાંચ જીત અને 10 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને છે. વિશ્વકપ 2023ના સેમીફાઈનલમાં પહોંચવા માટે હવે ભારતે માત્ર ચાર મેચમાં બે જીત મેળવવાની છે. ભારતે આગામી ચાર મેચ ઈંગ્લેન્ડ, શ્રીલંકા, સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ સામે રમવાની છે. ટીમ ઈન્ડિયા જે ફોર્મમાં ચાલી રહી છે, તે જોતા લાગી રહ્યું છે કે ટીમ ટોપ પર રહી શકે છે.

નંબર-1 અને નંબર-4 વચ્ચે રમાશે પ્રથમ સેમીફાઈનલ
ભારત જો લીગ સ્ટેજના અંતમાં ટોઈન્ટ ટેબલની ટોપ ટીમ તરીકે રહે છે અને પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને રહે તો બંને વચ્ચે સેમીફાઈનલમાં ટક્કર થઈ શકે છે. પાકિસ્તાને આ માટે પોતાની ચારેય મેચ જીતવી પડશે. પાકિસ્તાને હવે વિશ્વકપમાં સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમવાનું છે. વિશ્વકપ 2023ના સેમીફાઈનલમાં પહોંચવા માટે બાબર આઝમની ટીમે બાકીની ચારેય મેચ મોટા અંતરથી જીતવી પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news