World Cup 2023: ફરી મેચમાં બોલિંગ કરતો દેખાયો કોહલી, વાયુવેગે વીડિય વાયરલ

World Cup 2023:  ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી 6 વર્ષ બાદ વન-ડે ઈન્ટરનેશનલ ફોર્મેટમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો.

World Cup 2023: ફરી મેચમાં બોલિંગ કરતો દેખાયો કોહલી, વાયુવેગે વીડિય વાયરલ

World Cup 2023: વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા હાલ ધૂમ મચાવી રહી છે. જેમાં ભારતીય બોલરો જબરદસ્ત પર્ફોમન્સ આપી રહ્યાં છે. ત્યારે તેમ છતાં બીજી તરફ મેદાનમાં બોલ લઈને દોડતો કેમ દેખાઈ રહ્યો છે વિરાટ કોહલી. કોહલીની બોલિંગની ચર્ચા ચારેય તરફ થઈ રહી છે. કોહલીનો આ વીડિયો હાલ ચર્ચામાં આવી ગયો છે. ભારતીય ટીમનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી 6 વર્ષ બાદ વન-ડે ઈન્ટરનેશનલ ફોર્મેટમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો. વર્લ્ડકપ 2023ની મેચ દરમિયાન બાંગ્લાદેશની ઈનિંગની નવમી ઓવરમાં કંઈક એવું બન્યું જેના કારણે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને બોલિંગ કરવાની ફરજ પડી હતી.

વર્લ્ડકપ 2023ની મેચ દરમિયાન બાંગ્લાદેશની ઈનિંગની નવમી ઓવરમાં કંઈક એવું બન્યું જેના કારણે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને બોલિંગ કરવાની ફરજ પડી હતી.લાંબા સમય બાદ ક્રિકેટના મેદાન પર વિરાટ કોહલીને આ રીતે બોલિંગ કરતા જોઈને તમામ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વિરાટ કોહલીની બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બાંગ્લાદેશી ઇનિંગ્સની નવમી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ આ ઓવરમાં માત્ર ત્રણ બોલ ફેંક્યા હતા ત્યારે અચાનક તેને ડાબા પગમાં દુખાવો થવા લાગ્યો. હાર્દિક પંડ્યા દર્દથી રડવા લાગ્યો.

 

— Varad (@Cric_varad) October 19, 2023

 

બાંગ્લાદેશી ઇનિંગ્સની નવમી ઓવરમાં હાર્દિક પંડ્યા અચાનક ઘૂંટણમાં વાગ્યું હતું. જેને કારણે હાર્દિકને બોલિંગ છોડવી પડી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક સાહસિક નિર્ણય લીધો છે. નવમી ઓવરમાં 3 બોલ બાકી હતા. આવી સ્થિતિમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ અચાનક એક મોટો નિર્ણય લીધો અને બોલ ટીમના મજબૂત બેટ્સમેન વિરાટ કોહલીને સોંપ્યો. વિરાટ કોહલીએ નવમી ઓવરના બાકીના ત્રણ બોલ ફેંક્યા. જોકે. ત્યાર બાદ કોહલી મેદાનમાં બોલિંગ નાંખતો જોવા મળ્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

 

- King Kohli is ready to do everything for his team..!! pic.twitter.com/5TTnhEqsr5

— CricketMAN2 (@ImTanujSingh) October 19, 2023

 

વિરાટ કોહલીએ પણ પોતાના કેપ્ટન રોહિત શર્માના આત્મવિશ્વાસને તૂટવા ન દીધો અને 3 બોલમાં માત્ર 2 રન જ ખર્ચ્યા. વિરાટ કોહલીની બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિરાટ કોહલીએ અગાઉ 15 ઓગસ્ટ 2017ના રોજ કોલંબોમાં શ્રીલંકા સામે રમાયેલી ODI મેચમાં બોલિંગ કરી હતી.

બાંગ્લાદેશ સામેની વર્લ્ડકપ મેચમાં ભારતને શરૂઆતમાં જ જોરદાર ફટકો પડ્યો હતો, જ્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની પહેલી ઓવર બોલિંગ કરતી વખતે પગની ઘૂંટી વળી જતાં મેદાન છોડી ગયો હતો. આ ઘટના નવમી ઓવરના ત્રીજા બોલ પર બની હતી. બાંગ્લાદેશના ઓપનર લિટન દાસની સ્ટ્રેટ ડ્રાઈવને રોકવાનો પ્રયાસ કરતી વખતે પંડ્યાને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. પંડ્યા અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો અને જ્યારે તે તેના જમણા પગની ઘૂંટી પર પાટો બાંધ્યા પછી ઉઠ્યો ત્યારે પણ તે ડઘાઈ રહ્યો હતો. તેને મેદાન છોડવું પડ્યું અને તેની જગ્યાએ સૂર્યકુમાર યાદવ ફિલ્ડિંગ માટે આવ્યો. પંડ્યાની અધૂરી ઓવર વિરાટ કોહલીએ પૂરી કરી, જેને જોઈને પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી તેનું સ્વાગત કર્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news