AUS vs NZ: બચી ગયા! 388 રન બનાવીને પણ ઓસ્ટ્રેલિયાને છૂટયો પરસેવો, ન્યૂઝીલેન્ડે ઈતિહાસ રચ્યો

AUS vs NZ: પાંચ વાર વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ શનિવારે વનડે વર્લ્ડકપ (ODI World Cup-2023) ની મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 5 રનથી રોમાંચક જીત નોંધાવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 49.2 ઓવરમાં 388 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ રચિન રવિન્દ્ર (116)ની સદી છતાં કિવી ટીમ 9 વિકેટે 383 રન જ બનાવી શકી હતી.

AUS vs NZ: બચી ગયા! 388 રન બનાવીને પણ ઓસ્ટ્રેલિયાને છૂટયો પરસેવો, ન્યૂઝીલેન્ડે ઈતિહાસ રચ્યો

Australia vs New Zealand Highlights: પાંચ વાર વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ શનિવારે વનડે વર્લ્ડકપ (ODI World Cup-2023) ની મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 5 રનથી રોમાંચક જીત નોંધાવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 49.2 ઓવરમાં 388 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ રચિન રવિન્દ્ર (116)ની સદી છતાં કિવી ટીમ 9 વિકેટે 383 રન જ બનાવી શકી હતી.આ પછી રચિન રવિન્દ્ર (116)ની સદી છતાં કિવી ટીમ 9 વિકેટે 383 રન જ બનાવી શકી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાએ 6 મેચમાં ચોથી જીત નોંધાવી છે. ન્યૂઝીલેન્ડને આટલી મેચોમાં બીજી હારનો સામનો કરવો પડ્યો હતો.

છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર
ધર્મશાલાના એચપીસીએ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડને જીતવા માટે છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી, પરંતુ માત્ર 13 રન જ બનાવી શક્યા. પ્રથમ 3 બોલમાં 10 રન બનાવ્યા હતા, જેમાં વાઈડ પર એક ચોગ્ગો પણ સામેલ હતો. ત્યારબાદ કિવી ટીમને છેલ્લા 2 બોલમાં 7 રનની જરૂર હતી. જેમ્સ નીશમ (58) 5માં બોલ પર રન આઉટ થયો હતો, લોકી ફર્ગ્યુસન છેલ્લા બોલ પર કોઈ રન બનાવી શક્યો નહોતો. આ રીતે ન્યુઝીલેન્ડને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. નીશમે 39 બોલમાં 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.

રચિન રવિન્દ્રએ ફટકારી હતી સદી 
ન્યુઝીલેન્ડ માટે નંબર-3 પર આવેલા રચિન રવિન્દ્રએ સદી ફટકારી હતી. તેણે 89 બોલની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 116 રન બનાવ્યા હતા. વર્તમાન વર્લ્ડ કપમાં આ તેની બીજી સદી છે. તેના સિવાય ડેરિલ મિશેલે 51 બોલમાં 54 રન ઉમેર્યા હતા. ડેરિલે 6 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. નીશમે અંતમાં ખૂબ પ્રયાસ કર્યો પરંતુ વિજયની નજીક આવ્યા પછી પણ તે તેનો સ્વાદ માણતો રહ્યો. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ 3 વિકેટ લીધી હતી પરંતુ 10 ઓવરમાં 74 રન આપ્યા હતા. જોશ હેઝલવુડ અને પેટ કમિન્સને 2-2 વિકેટ મળી હતી. ગ્લેન મેક્સવેલે 1 વિકેટ લીધી હતી.

હેડની ધમાકેદાર વાપસી
આ પહેલા ન્યૂઝીલેન્ડના કાર્યકારી કેપ્ટન ટોમ લાથમે (Tom Latham) ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ 49.2 ઓવરમાં 388 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. ઈજામાંથી પરત ફરેલા ટ્રેવિસ હેડે 67 બોલમાં 10 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 109 રનની આક્રમક ઈનિંગ રમી હતી. ઓપનર ડેવિડ વોર્નરે 81 રન બનાવ્યા હતા. વોર્નર અને હેડે મળીને 175 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ત્યારબાદ ગ્લેન મેક્સવેલે 24 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 41 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે 10 ઓવરમાં માત્ર 37 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે 77 રનમાં 3 વિકેટ લીધી હતી. મિશેલ સેન્ટનરને 2 વિકેટ મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news