વર્લ્ડ કપ માટે ઉડાન ભરતા પહેલા પબજી રમતા જોવા મળ્યા ટીમ ઈન્ડિયાના ખેલાડી
વિશ્વ કપ માટે રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડી રિલેક્સ મૂડમાં પબજી રમતા જોવા મળ્યા. ટીમ વિરાટ કોહલીના નેતૃત્વમાં 15 ખેલાડીઓના દળની સાથે મંગળવારે ઈંગ્લેન્ડ રવાના થઈ ગઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ મંગળવારે રાત્રે ટીમ ઈન્ડિયા પોતાના વિશ્વ કપ મિશન પર મુંબઈથી ઈંગ્લેન્ડ રવાના થઈ ગઈ છે. 30 મેથી શરૂ થવા જઈ રહેલા ક્રિકેટ મહાકુંભમાં ટીમ ઈન્ડિયાએ ટાઇટલ જીતવાના પ્રબળ દાવેદારોના રૂપમાં એન્ટ્રી કરી છે. વિશ્વ કપ રવાના થતા પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડી જ્યારે રિલેક્સ મૂડમાં બેઠા હતા તો, મોટા ભાગના ખેલાડીઓ પોતાના ટેબલેટ પર પબજી રમતનો આનંદ માણતા જોવા મળ્યા હતા.
બીસીસીઆઈએ ખેલાડીઓની કેટલિત તસ્વીરો પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. તેમાં યુજવેન્દ્ર ચહલ, શમી, ધોની અને ભુવનેશ્વર કુમાર ઈન્ટરનેટ પર લોકપ્રિય ગેમ પબજીનો આનંદ માણી રહ્યાં છે. આ તસ્વીરોમાં શમીની ટેબલેટ સ્ક્રીન પર ચોખું દેખાઈ રહ્યું છે, જેમાં પબજી ગેમના ફુટેજના કેપ્ચર છે. આ રીતે અન્ય એક તસ્વીરમાં ચહલ પોતાના મોબાઇલ પર આ ગેમ રમતો દેખાઈ રહ્યો છે, જ્યારે ધોની પણ પોતાના ટેબલેટમાં ગેમ પ્રત્યે ફોકત કરતો દેખાઈ રહ્યો છે.
Jet set to go ✈✈#CWC19 #TeamIndia pic.twitter.com/k4V9UC0Zao
— BCCI (@BCCI) May 21, 2019
આ સિવાય અન્ય કેટલિક તસ્વીરોમાં કેપ્ટન વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, વિજય શંકર સહિત ટીમના અન્ય ખેલાડી આરામથી બેસીને રિલેક્સ થતા દેખાઈ રહ્યાં છે.
ફેન્સે પણ આ તસ્વીરો પર શાનદાર ટ્વીટસ કરી છે અને ખેલાડીઓને પબજી રમતા જોઈને ઉત્સુક થઈ રહ્યાં છે. એક ફેને લખ્યું, વાઉ, બધા પબજી લવર છે.
All pub g lover woowww🥰😍
— Jamshed Ansari (@Jamshed04538967) May 21, 2019
એક ફેને લખ્યું, આટલી રાતે પણ પબજી, વાંધો નહીં, ગુડ લક.
Itni raat ko bhi PUBG😂😂
Anyway Best Of Luck Team India 💙💙💙
— Mohammed Ibrahim Farooqui (@iBM1105) May 21, 2019
તો એક ફેને કોમેન્ટ કરી કે, પબજીનો વર્લ્ડ કપ નથી, ભાઇલોગ... ક્રિકેટનો છે.
PUBG ka world cup nhi hai bhailog 😂😂😂
Cricket ka hai .
— Rooh ❤ (@OHH_Rooh) May 21, 2019
ટીમ ઈન્ડિયાઃ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે