DC vs MI: દિલ્હી સામે હાર બાદ મુંબઈને નુકસાન, શું પ્લેઓફની રેસમાંથી થઈ બહાર? જાણો સમીકરણ

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સના હાથે આજે હારનો સામનો કરવો પડ્યો છે. આ હારની સાથે મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઓફમાં પહોંચવાની આશાને ઝટકો લાગ્યો છે. ટીમના 3 જીતની સાથે કુલ છ પોઈન્ટ છે.

DC vs MI: દિલ્હી સામે હાર બાદ મુંબઈને નુકસાન, શું પ્લેઓફની રેસમાંથી થઈ બહાર? જાણો સમીકરણ

નવી દિલ્હીઃ Mumbai Indians Playoffs Chances: આઈપીએલ 2024ની 43મી મેચમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 10 રને પરાજય આપ્યો છે. અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી હાઈ-સ્કોરિંગ મેચમાં રિષભ પંતની ટીમે છેલ્લી ઓવરમાં જીત મેળવી હતી. આ જીતની સાથે દિલ્હી કેપિટલ્સે પોઈન્ટ ટેબલમાં છલાંગ લગાવતા પાંચમાં સ્થાને કબજો કરી લીધો છે. તો હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સ 6 હારની સાથે પોઈન્ટ ટેબલમાં નવમાં સ્થાન પર છે. સૌથી મોટો સવાલ છે કે શું મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હવે પ્લેઓફની રેસમાં બનેલી છે. જો હા, તો તેણે આગળ શું કરવું પડશે? આવો જાણીએ સમીકરણ..

મુંબઈ ઈન્ડિયન્સની સ્થિતિ ખરાબ
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અત્યાર સુધી આઈપીએલમાં ફ્લોપ સાબિત થઈ છે. ભલે ટીમના કેટલાક બેટર અને બોલર સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે, પરંતુ હાર્દિક પંડ્યાની ટીમ સતત મેચ જીતવામાં નિષ્ફળ રહી છે. મુંબઈએ અત્યાર સુધી 9 મેચ રમી છે, જેમાં માત્ર ત્રણ જીત મળી છે અને છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. શું અહીંથી મુંબઈ પ્લેઓફમાં ક્વોલીફાઈ કરી શકે છે? તો તેનો જવાબ છે જરૂર કરી શકે છે. આવો જાણીએ કઈ રીતે..

થઈ શકે છે ક્વોલીપાઈ પરંતુ રસ્તો ખુબ મુશ્કેલ
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હજુ આઈપીએલ 2024માં પ્લેઓફની રેસમાં બનેલી છે અને ક્વોલીફાઈ પણ કરી શકે છે. તે માટે મુંબઈએ પોતાની બાકી પાંચેય મેચ જીતવી પડશે. જો મુંબઈ આ પાંચ મુકાબલા જીતે છે તો તેના અત્યાર કુલ પોઈન્ટ 16 થઈ જશે. પરંતુ તે વાતની કોઈ ગેરંટી નથી કે મુંબઈ આ 16 પોઈન્ટ સાથે સરળતાથી ટોપ-4માં જગ્યા બનાવી લેશે. તે માટે મુંબઈએ અન્ય ટીમોના સમીકરણ પર પણ નિર્ભર રહેવું પડી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સના આગામી મુકાબલા
30 એપ્રિલ - મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ
3 મે - મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ
6 મે - મુંબઈ ઈન્ડિયન્સ વિ સનરાઈઝર્સ હૈદરાબાદ
11 મે - મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ
17 મે - મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news