Tokyo Olympic : મેડલ જીત્યા પછી દાંત નીચે કેમ રાખે છે ખેલાડી? કારણ જાણી માથું ખંજવાળશો

ટોક્યો ઓલિમ્પિક 23 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. રમતના મહાકુંભમાં દુનિયાભરના અનેક ખેલાડી ભાગ લેવાના છે.

Tokyo Olympic : મેડલ જીત્યા પછી દાંત નીચે કેમ રાખે છે ખેલાડી? કારણ જાણી માથું ખંજવાળશો

નવી દિલ્લી: ઓલિમ્પિકના રમતની શરૂઆતને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જાપાનના ટોક્યોમાં યોજાનારા મહાકુંભ માટે બધા દેશોના ખેલાડીઓએ પોતાની તૈયારીઓ પૂરી કરી લીધી છે. અવારનવાર જોવામાં આવે છે કે ઓલિમ્પિકમાં મેડલ જીત્યા પછી ખેલાડીઓ પોતાના દાંત નીચે ઓલિમ્પિક મેડલને રાખીને ફોટો પડાવે છે. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે ખેલાડીઓ કેમ આવું કરતા હશે?. તો અમે તમને તેની પાછળનું કારણ સમજાવવાનો પ્રયાસ કરીશું.

Mythology: ભારતનું એક એવું મંદિર જ્યાં ભગવાન શિવ પહેલાં થાય છે રાવણની પૂજા! જાણો શું છે એના પાછળનું રહસ્ય

કેમ ખેલાડી દાંત નીચે મેડલને રાખે છે:
ખેલાડી પોતાના દાંત નીચે ઓલિમ્પિકન મેડલને કેમ રાખે છે. તેની પાછળનું કારણ એકદમ ખાસ છે. CNNના રિપોર્ટ પ્રમાણે ખેલાડી આવું એટલા માટે કરે છે. કેમ કે સોનું અન્ય ધાતુઓની સરખામણીમાં થોડું નરમ અને ફ્લેક્સીબલ હોય છે. તેને દાંત નીચે રાખીને ખેલાડી એ નક્કી કરે છે કે મેડલ અસલી સોનાનો છે કે નહીં. પરંતુ તે સિવાય મોટાભાગના ખેલાડી ફોટો ક્લિક કરાવવા માટે પોતાના મેડલને દાંત નીચે રાખે છે.

પરસેવાની સમસ્યાથી પરેશાન છો? ટેન્શનના લેશો, કરો આ ઉપાય અને પરસેવાને કહીં દો બાય-બાય

બીજા કારણ પણ છે:
ખેલાડીઓને તેનો મેડલ દાંત નીચે રાખવા માટે અનેક વખત ફોટોગ્રાફર પણ કહે છે. વર્ષો પહેલાં ખેલાડીઓને શુદ્ધ સોનાનો મેડલ અપનાવવામાં આવતો હતો. પરંતુ હવે મેડલ માત્ર ગોલ્ડ પ્લેટેડ હોય છે. જો મેડલ પર દાંતના નિશાન બની જાય તો તેનાથી ખબર પડી જતી હતી કે આ મેડલ સોનાનો છે.

Sunny Deol ગદર માટે મળેલો અવોર્ડ કેમ બાથરૂમમાં જ મુકીને આવતા રહ્યાં? ત્યારે સની દેઓલને કોણે ભડકાવ્યા હતા?

લગભગ બધા ખેલાડી આવું કરે છે:
પોતાના જીતેલા મેડલને દાંત નીચે દબાવવાનું કામ લગભગ દરેક ખેલાડી કરે છે. આવું મોટાભાગે ફોટો પડાવવા માટે જ કરવામાં આવે છે. આજકાલના ખેલાડીઓને કદાચ ખબર પણ નહીં હોય કે વર્ષો પહેલાં ખેલાડી આવું કેમ કરતા હતા. આવનારા ટોક્યો ઓલિમ્પિકમાં પણ હજારો ખેલાડીઓને ફરી એકવાર આખી દુનિયા દાંત નીચે દબાવતા મેડલ સાથે જોવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news