pakistan: કરાચીમાં સત્યનારાયણ ભગવાનની કથા, પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ શેર કર્યો વીડિયો
Danish Kaneria: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટ, 2020ના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની આધારશિલા રાખી હતી. જેના પર કનેરિયાએ પણ તેના પર ખુશી વ્યક્ત કરી હતી. કનેરિયાએ કહ્યુ હતુ કે જો ભગવાન રામે તેને બોલાવ્યો તો તે જરૂર અયોધ્યા જશે અને રામ લલાના દર્શન કરશે.
Trending Photos
કરાચીઃ પાકિસ્તાનના પૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયા (Danish Kaneria) સોશિયલ મીડિયા પર સ્પષ્ટ પણે પોતાનો મત રાખવા માટે હંમેશા ચર્ચામાં રહે છે. કનેરિયાએ પાછલા વર્ષે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પર આરોપ લગાવ્યો હતો કે મુશ્કેલ સમયમાં પીસીબી પોતાના ખેલાડીઓની સાથે ઉભુ રહેતું નથી.
કનેરિયાએ (Danish Kaneria) એ સોમવારે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક યૂટ્યૂબ ચેનલી વીડિયો લિંક અપલોડ કરી જેમાં તે પત્ની ધર્મિતા (dharmita) ની સાથે સત્યનારાયણ ભગવાનની કથામાં હાજરી આપતો જોવા મળી રહ્યો છે.
કરાચીમાં થઈ પૂજા
આ વીડિયોમાં ધર્મિતા જણાવે છે કે આ કથા તેના માતાને ત્યાં કરાચીમાં સત્યનારાયણ સ્વામી મંદિર (Satyanarayana Swami Temple) માં આયોજીત કરવામાં આવી છે. વીડિયોમાં દાનિશ કનેરિયા પૂજા પાઠ કરતો જોવા મળી રહ્યો છે.
Jai Shree Swaminarayan 🙏 khaim cho badha,Karachi ka Swaminarayan mandir ka safar aur Shree Sathnarayan ki khata dhekhay yeh Vlog https://t.co/uXyN1sREYL
— Danish Kaneria (@DanishKaneria61) February 22, 2021
દાનિશ કનેરિયાએ પાકિસ્તાન તરફથી 61 મેચ રમી
લેગ બ્રેક બોલિંગ કરનાર દાનિશે પાકિસ્તાન તરફથી 61 ટેસ્ટ મેચોમાં 261 વિકેટ ઝડપી છે. 18 વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં કનેરિયાના નામે 15 વિકેટ નોંધાયેલી છે. કનેરિયાએ પોતાની અંતિમ ટેસ્ટ મેચ 2010મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી.
અયોધ્યામાં રામ લલાના દર્શનની વ્યક્ત કરી ચુક્યો છે ઇચ્છા
દાનિશ કનેરિયાએ પાછલા વર્ષે કહ્યુ હતુ કે જો તક મળી તો તે જરૂર અયોધ્યા જશે અને રામ લલાના દર્શન કરશે. કનેરિયાએ એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે તે એક હિન્દુ છે અને ભગાન રામના ભક્ત છે. પાકિસ્તાન ટીમ પર હિન્દુ હોવાને કારણે ભેદભાવનો આરોપ લગાવનાર કનેરિયાએ ટ્વીટ કર્યુ હતુ કે, 'અમારા માટે, આ એક ધાર્મિક સ્થાન છે અને જો મને તક મળે તો હું ચોક્કસપણે અયોધ્યા જવાનું પસંદ કરીશ. હું એક સમર્પિત હિન્દુ છું અને હું હંમેશા ભગાન રામે દેખાડેલા માર્ચ પર ચાલવાનો પ્રયાસ કરુ છું.'
સુરતથી પાકિસ્તાન ચાલ્યો ગયો હતો પરિવાર
કનેરિયાનો જન્મ કરાચીમાં થયો હતો, પરંતુ તેનો સંબંધ ગુજરાત સાથે પણ છે. તેનો પરિવાર સુરતથી પાકિસ્તાન ચાલ્યો ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે