U-20 ફુટબોલઃ ભારતે 6 વખતની ચેમ્પિયન આર્જેન્ટીનાને હરાવી અપસેટ સર્જયો

આ રોમાંચક મેચમાં ભારતના દીપક ટાંગરીએ ચોથી મિનિટમાં ગોલ કર્યો. અનવર અલીએ 68મી મિનિટે 2-0ની લીડ અપાવી. આર્જેન્ટીના તરફથી એતમાક્ર ગોલ 72મી મિનિટે થયો. 
 

U-20 ફુટબોલઃ ભારતે 6 વખતની ચેમ્પિયન આર્જેન્ટીનાને હરાવી અપસેટ સર્જયો

મેડ્રિડઃ ભારતની અન્ડર-20 ટીમે છ વખતની વિશ્વ ચેમ્પિયન આર્જેન્ટીનાને કોટિફ કપ ટૂર્નામેન્ટમાં હરાવીને અપસેટ સર્જયો. ભારતીય ટીમે આર્જેન્ટીના અન્ડર-20 ટીમને રોમાંચક મુકાબલામાં 2-1થી પરાજય આપ્યો. 

આ મેચમાં ભારત માટે દીપક ટાંગરી (ચોથી મિનિટ) અને અનવર અલી (68મી મિનિટ)માં ગોલ કર્યો. આર્જેન્ટીના માટે એકમાત્ર ગોલ 72મી મિનિટે થયો હતો. ભારતીય ટીમે આ મેચમાં સારી શરૂઆત કરી. ટાંગરીએ ચોથી મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમનું ખાતુ ખોલ્યું. 

ત્યારબાદ ભારતીય ટીમે આર્જેન્ટીના વિરુદ્ધ પોતાની આક્રમક રમત જાળવી રાખી. આ દરમિયાન ભારતીય ખેલાડીઓએ પ્રથમ હાફમાં ગોલ કરવાના અનેક અવસર બનાવ્યા. 

બીજા હાફમાં એશિયાઇ ટીમ આક્રમક દેખાઇ. અલીએ શરૂઆતમાં જ કેપ્ટન અમરજીત સિંહ કિયામ તરફથી મળેલા પાસને ગોલમાં ફેરવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે સફળ ન થયો. 

— Indian Football Team (@IndianFootball) August 6, 2018

આ દરમિયાન જાધવને લાલ કાર્ડ પણ દેખાડવામાં આવ્યું. ભારતે પોતાની તરફથી પ્રયત્ન ચાલુ રાખ્યો અને અંતે સફળતા મળી. અલીએ 68મી મિનિટે ફ્રી કિકની મદદથી ભારતીય ટીમ માટે ગોલ કર્યો અને લીડ 2-0ની કરી દીધી. 

આર્જેન્ટીનાની ટીમના પ્રયત્નોનું ફળ તેને 72મી મિનિટે મળ્યું જ્યારે ગિલે પ્રથમ ગોલ કર્યો. પરંતુ આ ગોલ જીત માટે પુરતો ન હતો. ભારતીય ટીમના ડિફેન્સે આર્જેન્ટીનાના ખેલાડીઓને ગોલ કરવાની બીજી તક ન આપી અને અંતમાં 2-1થી જીત મેળવી.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news