હરિયાણાની રોહતક સીટથી લોકસભા ચૂંટણી લડવાને લઈને વીરૂએ આપ્યો આ જવાબ

2018માં રાજસ્થાનની એક રાજકીય પાર્ટીએ પોતાની સભાની જાહેરાતમાં વીરેન્દ્ર સેહવાગને આમંત્રિત અતિથિ ગણાવ્યો હતો. 

હરિયાણાની રોહતક સીટથી લોકસભા ચૂંટણી લડવાને લઈને વીરૂએ આપ્યો આ જવાબ

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગની લોકસભા ચૂંટણી લડવાની અફવાઓ ફરી જોર પકડી રહી છે. તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, સેહવાગ આગામી લોકસભાની ચૂંટણી લડી શકે છે. પરંતુ આ દિગ્ગજ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને આવી તમામ અફવાઓ પર વિરામ લગાવી દીધો છે. 

પૂર્વ ક્રિકેટરે ટ્વીટ કરીને પોતાનો પક્ષ સામે રાખતા લખ્યું, કેટલિક વસ્તુ ક્યારેય બદલતી નથી. જેમ કે આ અફવાહ. 2014માં પણ અને 2019માં ઉડેલી અફવામાં કંઇ નવું નથી. ત્યારે પણ રસ ન હતો, અત્યારે પણ નથી. વાત પૂરી. પોતાના આ ટ્વીટની સાથે વીરૂએ કેટલાક સમાચારોના સ્ક્રીનશોટ પણ શેર કર્યાં છે. 

મહત્વનું છે કે, 2018માં રાજસ્થાનની એક રાજકીય પાર્ટીએ પોતાની સભાની જાહેરાતમાં વીરૂને આમંત્રિત અતિથિ ગણાવી દીધો હતો. વીરૂ આ દિવસોમાં દુબઈમાં ટી20 લીગ રમી રહ્યો હતો. તેણે સફાઇ આપતા લખ્યું હતું, હું દુબઈમાં છું અને મારો આ કોઈ વ્યક્સિ સાથે સંપર્ક થયો નથી. આ લોકો બેશરમીથી પોતાના કેમ્પેનમાં મારૂ નામ છેતરપિંડીથી ઉપયોગ કરીને લોકોને છેતરી રહ્યાં છે. તો અંદાજ લગાવી શકાય કે જો આ લોકો જીતી જાય તો કેટલા બેવકૂફ બનાવશે. 

આ રીતે ગૌતમ ગંભીર વિશે પણ અફવાઓ આવતી રહી છે. ગંભીરે નિવૃતી લેવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને શુભકામનાઓ આપી હતી. ત્યારથી તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. પરંતુ ગંભીરે આ અફવાઓનું બાદમાં ખંડન કર્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news