INDvsNZ: કુલદીપના બોલ પર ધોનીનું કમાલનું સ્ટમ્પિંગ, જોતી રહી ગઈ દુનિયા

મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા આઈસીસીએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ધોની વિકેટ પાછળ હોય ત્યારે બેટ્સમેનોએ ક્રીઝ છોડવી નહીં. 

INDvsNZ: કુલદીપના બોલ પર ધોનીનું કમાલનું સ્ટમ્પિંગ, જોતી રહી ગઈ દુનિયા

નવી દિલ્હીઃ વિકેટની પાછળ છોડીની ચપળતાની તુલના જો ચીતા સાથે કરવામાં આવે તો તે પણ પાછડ રહી જાય. ધોનીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી ટી20 મેચમાં યજમાન ટીમના ઓપનિંગ બેટ્સમેન ટિમ સિફર્ટને એટલી ઝડપથી સ્ટમ્પ આઉટ કર્યો કે, બધા જોતા રહી ગયા. કુલદીપના બોલ પર ધોનીનો રિએક્શન સમય જોઈને દુનિયા હેરાન રહી જઈ. રમત દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા ઘણા પૂર્વ ક્રિકેટરોએ પણ ધોનીના સ્ટમ્પની પ્રશંસા કરી હતી. 

ધોનીએ આ કમાલ પ્રથમ ઈનિંગની આઠમી ઓવરના ચોથા બોલે કર્યો હતો. આ ઓવર ચાઇનામેન કુલદીપ યાદવ કરી રહ્યો હતો. તે બોલ પર કીવી ઓપનર સિફર્ટ બોલને રમવામાં ચુકી ગયો અને પછી શું હતું જેવો બોલ ધોનીના હાથમાં આવ્યો તો તેણે 0.099 સેકન્ડનો સમય લેવા સ્ટમ્પને મારી દીધો. ત્યારબાદ તેણે અપીલ કરી કારણ કે ધોનીને વિશ્વાસ હતો કે સિફર્ટ આઉટ છે પરંતુ મામલો થર્ડ અમ્પાયરને આપવામાં આવ્યો. તેણે રિપ્લે જોઈને બેટ્સમેનને આઉટ આપ્યો અને ભારતને પ્રથમ સફળતા મળી હતી. સિફર્ટે મુનરોની સાથે મળીને પ્રથમ વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. સિફર્ટે આ મેચમાં 25 બોલમાં 43 રન ફટકાર્યા હતા. 

આમ તો આ ઓવરનો ત્રીજો બોલ સિફર્ટના પગમાં લાગ્યો અને ટીમે LBWની અપીલ કરી. કેપ્ટન રોહિત શર્મા ધોનીની પાસે ગયો અને પૂછ્યું રિવ્યૂ લેવો કે નહીં. ત્યારબાદ રોહિતે રિવ્યૂ લેવાનું ટાળ્યું હતું. પરંતુ તેના આગામી બોલ પર કુલદીપે ટીમને સફળતા અપાવી દીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news