બાપરે...આગામી ટી-20 વર્લ્ડ કપમાં નહીં દેખાય શર્માજીના છગ્ગા, રોહિત શર્મા નહીં હોય ટીમનો હિસ્સો?

પૂર્વ ભારતીય ખેલાડી વસીમ જાફરનું માનવું છે કે આગામી ટી-20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા ટીમમાં જગ્યા મેળવી શકશે નહીં. જાફરે પોતાની વાતને સમજાવતાં કેટલાંક મહત્વપૂર્ણ તથ્ય આપ્યા છે. 

બાપરે...આગામી ટી-20 વર્લ્ડ કપમાં નહીં દેખાય શર્માજીના છગ્ગા, રોહિત શર્મા નહીં હોય ટીમનો હિસ્સો?

નવી દિલ્લી: વર્ષ 2022માં ભારતીય ટીમ ફરી એકવાર આઈસીસી ટુર્નામેન્ટની નોકઆઉટ મેચમાં પ્રેશર સહન કરી શકી નહીં અને સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડની સામે હારીને બહાર થઈ ગઈ. જ્યારથી ભારતીય ટીમ ટી-20માં હારી છે ત્યારથી બધા સિનિયર ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. એક પ્રકારની સિનિયર  ખેલાડીઓની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. તેની વચ્ચે પૂર્વ ભારતીય ખેલાડી વસીમ જાફરનું માનવું છે કે આગામી ટી-20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા ટીમમાં જગ્યા મેળવી શકશે નહીં. જાફરે પોતાની વાતને સમજાવતાં કેટલાંક મહત્વપૂર્ણ તથ્ય આપ્યા છે. આવો તેને સમજવાનો પ્રયાસ કરીએ.

વસીફ જાફરે શું કહ્યું:
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલી સાથે વાત કરતાં વસીફ જાફરે માન્યું કે રોહિત શર્મા આગામી ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો હિસ્સો નહીં હોય. જાફરે કહ્યું કે વિરાટ કોહલી અને રોહિત શર્માને શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામે ટી-20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયા સામે મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝ, આઈપીએલ અને પછી વન-ડે વર્લ્ડ કપ યોજાવાનો છે. ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ માટે ક્વોલિફાય કરી શકે છે. ભવિષ્યને જોતાં લાગે છે કે હવે આ રમત યુવા ખેલાડીઓની છે. તેમણે આગળ કહ્યું કે મને નથી લાગતું કે રોહિત શર્મા આગામી ટી-20 વર્લ્ડ કપ રમે. વિરાટ કોહલી રમી શકે છે. પરંતુ રોહિત નિશ્વિત રીતે આગામી ટી-20 વર્લ્ડ કપ નહીં રમે. તે પહેલાંથી જ 36 વર્ષનો થઈ ગયો છે. 

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ છે જરૂરી:
2023 વન-ડે વર્લ્ડ કપનું વર્ષ છે. એવામાં વસીમ જાફરને લાગે છે કે સિલેક્ટર્સ સૌથી મોટું કામ આ બે બેટ્સમેનોને ફિટ અને ફ્રેશ રાખવાનું કરે છે. તેના માટે તેમને ટી-20 ક્રિકેટથી દૂર રાખવામાં આવે. જાફરે કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝને જોતાં જરૂરી છે કે તેમને માનસિક રીતે ફ્રેશ રાખવામાં આવે. જોકે બંને બેટ્સમેન સામે ઓસ્ટ્રેલિયા સિરીઝમાં સારું પ્રદર્શન કરવાનો પડકાર રહેશે. કેમ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ દાવ પર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news