Kisan Andolan: ટીમ મીટિંગ સુધી પહોંચ્યો કિસાન આંદોલનનો મુદ્દો, વિરાટ કોહલી બોલ્યો- ખેલાડીઓએ કરી ચર્ચા

આ પહેલા વિરાટે બુધવારે ટ્વીટ કર્યુ હતુ કે, આ એક રહેવાનો સમય છે. તેણે લખ્યું હતું કે, અસહમતિઓના આ સમયમાં એક રહો. 
 

 Kisan Andolan: ટીમ મીટિંગ સુધી પહોંચ્યો કિસાન આંદોલનનો મુદ્દો, વિરાટ કોહલી બોલ્યો- ખેલાડીઓએ કરી ચર્ચા

નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા કિસાન આંદોલન (Kisan Andolan) નો મુદ્દો હવે ભારતીય ક્રિકેટ ટીમની મીટિંગ સુધી પહોંચી ગયો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ગુરૂવારે કહ્યુ કે, ટીમની મીટિંગમાં તેના પર સંક્ષિપ્ત ચર્ચા થી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 મેચોની ટેસ્ટ સિરીઝ શુક્રવારથી શરૂ થશે જેનો પ્રથમ મુકાબલો ચેન્નઈમાં રમાવાનો છે. 

વિરાટ કોહલી (Virat Kohli) ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝ પહેલા વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં સંવાદદાતાઓના સવાલોનો જવાબ આપી રહ્યો હતો. તેને જ્યારે કિસાન આંદોલન પર સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું કે, આ મુદ્દા પર ટીમ બેઠકમાં સંક્ષિપ્ત ચર્ચા થઈ. 

— ANI (@ANI) February 4, 2021

આ પહેલા વિરાટે બુધવારે ટ્વીટ કર્યુ હતુ કે, આ એક રહેવાનો સમય છે. તેણે લખ્યું હતું કે, અસહમતિઓના આ સમયમાં એક રહો. દિલ્હીના ગાઝીપુર, સિંધુ અને ટીકરી બોર્ડર પર કિસાનોની ભીડ સતત વધી રહી છે પરંતુ વિરાટે આશા વ્યક્ત કરી કે બધા પક્ષ શાંતિથી આ મુદ્દાનો ઉકેલ લાવશે. 

તેણે લખ્યું, અસહમતિના આ સમયમાં આપણે બધા એક છીએ. કિસાન આપણા દેશનો એક અભિન્ન ભાગ છે અને મને આશા છે કે બદા પક્ષો વચ્ચે એક શાંતિપૂર્ણ સમાધાન નિકળશે જેથી શાંતિ સ્થપાય અને બધા મળીને આગળ વધી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news