FRI બાદ બોલી ગ્રેટા થનબર્ગ, હું હજુ કિસાનો સાથે, કોઈ ધમકી રોકી શકશે નહીં

FIR Against Greta Thunberg: જળવાયુ પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે દિલ્હી પોલીસની એફઆઈઆર બાદ એકવાર ફરી કિસાન આંદોલનનું સમર્થન કર્યું છે. 

FRI બાદ બોલી ગ્રેટા થનબર્ગ, હું હજુ કિસાનો સાથે, કોઈ ધમકી રોકી શકશે નહીં

નોર્વેઃ જળવાયુ પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) એ દિલ્હી પોલીસની એફઆઈઆર બાદ એકવાર ફરી કિસાન આંદોલન (Kisan Andolan) નું સમર્થન કર્યુ છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે, હું હજુ પણ કિસાનોની સાથે છું અને તેના શાંતિપૂર્વક વિરોધનું સમર્થન કરુ છું. નફરત, ધમકી કે માનવાધિકારોના ઉલ્લંઘન તેને બદલી શકે નહીં.

ગુનાહિત કાવતરું અને સામાજિક સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો આરોપ
મહત્વનું છે કે દિલ્હી પોલીસ (Delhi Police) એ ગુરૂવારે ગ્રેટા થનબર્ગ  (Greta Thunberg) પર ગુનાહિત કાવતરું અને સામાજિક શાંતિ બગાડવાનો આરોપ લગાવતા એફઆઈઆર ગાખલ કરી હતી. ડનની રહેનારી પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) ના ભડકાઉ ટ્વીટને લઈને દિલ્હી પોલીસે તેના વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ગ્રેટા વિરુદ્ધ કલમ- 153 A, 120 B હેઠળ એફઆઈઆર નોંધી છે. 

— Greta Thunberg (@GretaThunberg) February 4, 2021

થનબર્ગે કર્યું હતું ટ્વીટ
ગ્રેટા થનબર્ગે મંગળવારે ટ્વીટ કર્યું હતું કે અમે ભારતમાં કિસાનોના આંદોલન પ્રત્યે એક છીએ. તેણે આ સાથે સીએનએનના એક સમાચારને ટેગ કર્યા જેનું શીર્ષક હતું, 'પ્રદર્શનકારી કિસાનો અને પોલીસમાં ઘર્ષણ વચ્ચે ભારતે નવી દિલ્હી આસપાસ ઇન્ટરનેટ સેવા બંધ કરી.' એટલું જ નહીં એક અન્ય ટ્વીટમાં તેણે કિસાન આંદોલનને લઈને એક કથિત દસ્તાવેજ પણ શેર કર્યા, જેમાં આંદોલનના સમર્થનનું પ્લાનિંગ લખેલું હતું. 

Greta Thunberg વિરુદ્ધ દિલ્હીમાં FIR દાખલ, કિસાન આંદોલન પર ભડકાઉ ટ્વીટ કરવાનો આરોપ

કોણ છે ગ્રેટા થનબર્ગ
ગ્રેટા થનબર્ગને જળવાયુ સંકટ વિરુદ્ધ લડાઈમાં સૌથી અગ્રણી વક્તાના રૂપમાં ઓળખવામાં આવે છે. તેણે ઘણીવાર પોતાના ભાષણથી લોકોના દિલ જીત્યા છે. આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેની ટ્વિટર વોર પણ ખુબ ચર્ચામાં રહી હતી. ડિસેમ્બર 2020માં સ્વીડનની આ 16 વર્ષની પર્યાવરણ એક્ટિવિસ્ટને પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિને 2019ની પર્સન ઓફ ધ યર પસંદ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news