આ જ્વાળામુખી ટાપુ પર રહે છે 170 લોકો, અહીંથી દેખાય છે આકાશગંગા

ફિલિપીન સમુદ્રમાં આવેલ જાપાનનો એક જ્વાળામુખી ટાપુ છે. જાપાનની રાજધાની ટોક્યોથી 358 કિલોમીટર દૂર દક્ષિણમાં આવેલો છે. આ ટાપુનું ક્ષેત્રફળ 8.75 સ્ક્વેર કિલોમીટર છે. આઓગાશિમા (Aogashima) ટાપુ પર કુલ 170 લોકો રહે છે.

આ જ્વાળામુખી ટાપુ પર રહે છે 170 લોકો, અહીંથી દેખાય છે આકાશગંગા

ઝી બ્યૂરો, અમદાવાદઃ આ તસવીરમાં જે ટાપુ તમને જોવા મળી રહ્યો છે તે દુનિયાનો એકમાત્ર પ્રાકૃતિક તારામંડળ છે. એટલે નેચરલ પ્લેનેટેરિયમ. આ એક જ્વાળામુખીય ટાપુ છે. છતાં પણ ત્યાં માણસ રહે છે. આ ટાપુ પર રાત્રે આકાશગંગાનો સૌથી સ્પષ્ટ નજારો જોઈ શકાય છે. ત્યારે આવો જાણીએ આખરે આ ટાપુ ક્યાં છે?. તેના પર કેટલા લોકો રહે છે?. શું ખાસ છે આ દ્વીપ પર.

આ ટાપુનું નામ છે આઓગાશિમા (Aogashima). તે ફિલિપીન સમુદ્રમાં આવેલ જાપાનનો એક જ્વાળામુખી ટાપુ છે. જાપાનની રાજધાની ટોક્યોથી 358 કિલોમીટર દૂર દક્ષિણમાં આવેલો છે. આ ટાપુનું ક્ષેત્રફળ 8.75 સ્ક્વેર કિલોમીટર છે. આઓગાશિમા (Aogashima) ટાપુ પર કુલ 170 લોકો રહે છે. આ ટાપુની ખાસ વાત એ છે કે અહીંયા આકાશ ચોખ્ખું રહે છે તો આકાશગંગાનો શાનદાર નજારો જોવા મળે છે. આ ટાપુ જાપાનના ફૂઝી-હાકોને-ઈઝૂ નેશનલ પાર્કના વિસ્તારમાં આવે છે.

આઓગાશિમા (Aogashima) ટાપુ પર આવેલ જ્વાળામુખીની ઉંચાઈ 3.5 કિલોમીટર અને પહોળાઈ 2.5 કિલોમીટર છે. આ ટાપુનો સૌથી ઉંચો ભાગ 1388 ફૂટનો છે. આઓગાશિમા (Aogashima) ટાપુ પર જ્વાળામુખી છેલ્લે 1781થી 1785ની વચ્ચે સતત ફાટ્યો હતો. તેના પછી ફાટ્યો નથી પરંતુ જાપાનના હવામાન વિભાગે તેને સી ક્લાસ કેટેગરીનો એક્ટિવ વોલ્કેનો ગણાવે છે.

બર્ડ લાઈફ ઈન્ટરનેશનલ સંસ્થા દ્વારા આઓગાશિમા (Aogashima) ટાપુને મહત્વપૂર્ણ બર્ડ રેન્જનો દરજ્જો મળેલો છે. આ ટાપુ પર જાપાનીઝ વુડપિઝન, પ્લેસ્કેસ ગ્રાસહોપર વોરબ્લર્સ, ઈઝીમા લીફ વોરબ્લર્સ અને ઈઝૂ થ્રસેસ નામના જીવ રહે છે. આઓગાશિમા (Aogashima) ટાપુ પર માણસ ક્યારથી રહે છે તેના વિશે કોઈ દસ્તાવેજ કે ઈતિહાસ નથી. પરંતુ આ ટાપુ અંગે પહેલીવાર 1652માં લોકોને ખબર પડી હતી. જ્યારે અહીંયા જ્વાળામુખી ફાટ્યો હતો.

જુલાઈ 1780માં અહીંયા સતત ભૂકંપ આવ્યો હતો. જેના કારણે તેના જ્વાળામુખી ક્રેટર્સમાંથી લાવા નીકળ્યો હતો. 1783માં થયેલ જ્વાળામુખી વિસ્ફોટમાં 63 પરિવારોને પોતાનું ઘર છોડવું પડ્યું હતું. પરંતુ 1785માં થયેલ વિસ્ફોટમાં ટાપુ પર રહેનારા 327માંથી 140 લોકોના મૃત્યુ થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news