BCCI CENTRAL CONTRACT: વિરાટ કોહલી, રોહિત શર્માનો વધશે પગાર, BCCI કરી રહી છે પગાર વધારાનો પ્લાન!

અનુભવી બેટર્સ રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની સેલરીમાં કરોડો રૂપિયાનો વધારો થઈ શકે છે. આ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પ્લાનિંગ કરી રહ્યું છે. બોર્ડ 2022-23ની સીઝન માટે વાર્ષિત રિટેનરશિપમાં 10થી 20 ટકાનો વધારો કરવાનું વિચારી રહ્યું છે. આવુ થવા પર ન માત્ર રોહિત, કોહલી જેવા સિનિયર પ્લેયરોનો પણ ભાવી કેપ્ટન માનવામાં આવી રહેલા ક્રિકેટરોને પણ મોટો ફાયદો થશે.

BCCI CENTRAL CONTRACT: વિરાટ કોહલી, રોહિત શર્માનો વધશે પગાર, BCCI કરી રહી છે પગાર વધારાનો પ્લાન!

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓનો પગાર વધારવા જઈ રહ્યું છે. ન માત્ર સિનિયર પણ અન્ય ખેલાડીઓનો પગાર વધારવનું પણ બીસીસીઆઈ પ્લાન કરી રહ્યું છે. પ્લાન મુજબ તમામ ખેલાડીઓની સેલરીમાં આટલા કરોડ રૂપિયાનો વધારો થશે. અનુભવી બેટર્સ રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની સેલરીમાં કરોડો રૂપિયાનો વધારો થઈ શકે છે. આ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પ્લાનિંગ કરી રહ્યું છે. બોર્ડ 2022-23ની સીઝન માટે વાર્ષિત રિટેનરશિપમાં 10થી 20 ટકાનો વધારો કરવાનું વિચારી રહ્યું છે. આવુ થવા પર ન માત્ર રોહિત, કોહલી જેવા સિનિયર પ્લેયરોનો પણ ભાવી કેપ્ટન માનવામાં આવી રહેલા ક્રિકેટરોને પણ મોટો ફાયદો થશે.

4 વર્ષથી નથી વધ્યો પગાર-
પાછલા 4 વર્ષથી બીસીસીઆઈએ કોઈ પણ ક્રિકેટરની સેલરી નથી વધારી. ભલે પછી વધારે ક્રિકેટ મેચ રમાઈ રહી હોય, બીસીસીઆઈએ આઈપીએલ માટે વધુ 2 ફ્રેન્ચાઈઝીનો વધારો કર્યો છે, તેમ છતા કોન્ટ્રાક્ટ અને ગ્રેડ અનુસાર આપવામાં આવી રહેલી રાશિમાં કોઈ પરિવર્તન નથી કરવામાં આવ્યું. હવે બોર્ડ આમાં 3 કરોડ રૂપિયા વધારવાનો વિચાર કરી રહ્યું છે. ઈન્સાઈડ સ્પોર્ટની એક રિપોર્ટમાં બીસીસીઆઈના સૂત્રોના હવાલાથી આ માહિતી આપવામાં આવી છે.

10-20 પ્રતિશત સુધીનો થશે વધારો-
રિપોર્ટ અનુસાર, BCCI અધિકારીએ કહ્યું, 'અધિકારીઓ વચ્ચે આ અંગે ચર્ચા થઈ છે. અમે જાણીએ છીએ કે છેલ્લી રીટેનરશિપ ઇન્ક્રીમેન્ટ COA દરમિયાન કરવામાં આવી હતી. કોવિડ-19ના કારણે થયેલા નુકસાનનો પણ હિસાબ આપવો પડશે. આ વખતે, અમે લગભગ 10-20 ટકાના વધારાની ચર્ચા કરી રહ્યા છીએ પરંતુ હજુ સુધી કંઈપણ અંતિમ નથી. એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

10 કરોડ રૂપિયાનો થઈ જશે સ્લેબ-
ખેલાડીઓની સેલરીમાં છેલ્લા વધારો 2017-18 સીઝનમાં થઈ હતી. વિનોદ રાયની આગેવાનીમાં સીઓએએ ગ્રેડ એ+ સ્લેબ પેશ કર્યો જેમાં તમામ ફોર્મેટના સ્પેશલિસ્ટ ક્રિકેટરોને 7 કરોડ રૂપિયા વાર્ષિક આપવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય 5 કરોડ, 3 કરોડ અને 1 કરોડ રૂપિયા આમ 4 સ્લેબ બનાવવામાં આવ્યા છે. 7 કરોડ રૂપિયાનો સ્લેબ 10 કરોડનો કરવામાં આવશે. આ સિવાય 5 કરોડ વાળો સ્લેબ 7 કરોડનો થઈ શકે છે. ગ્રેડ બી અને સીમાં ખેલાડી ક્રમશઃ 5 અને 3 કરોડ કમાઈ શકે છે. 

 

સૂર્યકુમાર અને હાર્દિકની લાગે શકે લોટરી-
નવા કોન્ટ્રાક્ટમાં સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાની લોટરી ખુલી શકે છે. તે હાલમાં ગ્રેડ સીમાં છે, જેને BCCI તરફથી વાર્ષિક 1 કરોડ રૂપિયા પગાર તરીકે મળે છે. તે હાલમાં ICC T20 રેન્કિંગમાં ટોચનું સ્થાન ધરાવે છે અને તેને ગ્રેડ Bમાં બઢતી મળી શકે છે. આવી સ્થિતિમાં, તેના પગારમાં પણ બમ્પર વધારો થશે. હાર્દિક પંડ્યાને આગામી ટી20 કેપ્ટન તરીકે ગણવામાં આવી રહ્યો છે. તેમને બઢતી આપીને ગ્રુપ-એમાં પણ મોકલી શકાય છે. કેએલ રાહુલને A+ ગ્રેડમાં સામેલ કરી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news