'દેશ છોડી દો'ના નિદેવન પર કોહલીએ આપી સફાઇ, જાણો શું કહ્યું

પોતાની સફાઇમાં વિરાટે લખ્યું, હું જણાવવા ઈચ્છું છું કે, કઈ રીતે તે કોમેન્ટમાં 'આ ભારતીય' બોલવામાં આવ્યું, હું તે વસ્તુને કહેવા ઈચ્છતો હતો.
 

'દેશ છોડી દો'ના નિદેવન પર કોહલીએ આપી સફાઇ, જાણો શું કહ્યું

નવી દિલ્હીઃ ક્રિકેટ ફેન પર નારાજ થઈને દેશ છોડવાની સલાહ આપવાના નિવેદન પર ટ્રોલ થયેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું નિવેદન આપી ગયું છે. સફાઇમાં કોહલીએ કહ્યું કે, કોમેન્ટ કરનાર વ્યક્તિએ આ ભારતીય બોલ્યો હતો, જેને તે લોકોની નજરમાં લાવવા ઈચ્છતો હતો. તેણે લોકોને આ મામલાને વધુ મહત્વ ન આપવાનું કહ્યું છે. મહત્વનું છે કે, વિરાટની આ સફાઈ બીસીસીઆઈના એક અધિકારીની નારાજગી વ્યક્ત કર્યા બાદ સામે આવી છે. 

પોતાની સફાઇમાં વિરાટે લખ્યું, હું જણાવવા ઈચ્છું છું કે, કઈ રીતે તે કોમેન્ટમાં 'આ ભારતીય' બોલવામાં આવ્યું, હું તે વસ્તુને કહેવા ઈચ્છતો હતો. હું કોઈની પસંદ કરવાની આઝાદીનું સન્માન કરૂ છું. આ વાતને વધુ મહત્વ ન આપો અને ફેસ્ટિવ સીઝનનો મજા લો. તમામને ઘણો બધો પ્રેમ. 

— Virat Kohli (@imVkohli) November 8, 2018

શું છે મામલો
કોહલીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે એક ફેનને દેશ છોડવાની સલાહ આપી રહ્યો હતો. વીડિયોમાં કોહલી મોબાઈલમાં જોઈને એક સંદેશો વાંચતો દેખાઈ રહ્યો છે. જેમાં એક ફેને લખ્યું- તે (કોહલી) એક ઓવરરેટેડ બેટ્સમેન છે. તેની બેટિંગમાં કંઈ ખાસ લાગતું નથી. મને આ ભારતીયોની તુલનામાં અંગ્રેજ અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને રમતા જોવામાં વધુ આનંદ મળે છે. તેના પર વિરાટ કહે છે કે- મને નથી લાગતું કે તમારે ભારતમાં રહેવું જોઈએ. કોઈ બીજી જગ્યાએ જાઓ. તમે અમારા દેશમાં કેમ રહો છો અને બીજા દેશને પ્રેમ કરો છો? 

કોહલી આગળ કહે છે, તમે મને પસંદ ન કરો, કોઈ વાંધો નહીં. મને નથી લાગતું કે તમારે અમારા દેશમાં રહેવું જોઈએ અને બીજાની જેમ વિચારવું જોઈએ. તમે તમારી પ્રાથમિકતા નક્કી કરો. આ મામલા બાદ સોશિયલ મીડિયા પર કોહલીને ટ્રોલ કરવામાં આવ્યો હતો. 

બીસીસીઆઈ હતું નારાજ
બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કોહલીના નિવેદનને બિન જવાબદારીભર્યું ગણાવ્યું અને તેને આગળ સતર્ક કરવાની સલાહ આપી હતી. હૈદરાબાદમાં હાલમાં પ્રશાસકોની સમિતિ અને ટીમ મેનેજમેન્ટની બેઠક થઈ હતી. મીટિંગ બાદ એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, કોહલીના આ નિવેદનથી બીસીસીઆઈ ખુશ નથી. તેણે કહ્યું, આ ખૂબ બિન જવાબદારી પૂર્વકનું નિવેદન છે. તેણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. તેણે તે સમજવું જોઈએ કે, તે ભારતીય પ્રશંસકોને કારણે જ કમાઈ કરી રહ્યો છે. સીનિયર અધિકારીએ કહ્યું, આ ટિપ્પણી તેણે ખાનગી મંચ કે વ્યાપારિક પહલ પર કરી છે. તેણે બીસીસીઆઈના મંચનો ઉપયોગ કર્યો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news