વેસ્ટ ઈન્ડિઝ ટુર પહેલા શું કરી રહ્યા છે Virat Kohli? જુઓ વાયરલ વીડીયો

Team India: ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ આ દિવસોમાં આરામ કરી રહ્યા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા છે.

વેસ્ટ ઈન્ડિઝ ટુર પહેલા શું કરી રહ્યા છે Virat Kohli? જુઓ વાયરલ વીડીયો

Virat Kohli Instagram Post: WTC ફાઈનલ મેચ બાદ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ રજાઓ માણી રહ્યા છે. 12 જુલાઈથી ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે, જ્યાં ટીમ 2 ટેસ્ટ, 3 વનડે અને 5 ટી 20 મેચોની સીરીઝ રમશે. આ વર્ષે એશિયા કપ અને વર્લ્ડ કપ જેવી બે મોટી ટુર્નામેન્ટ પણ યોજાવાની છે. આ દરમિયાન સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ એક એવી પોસ્ટ કરી, જેને બધાને ચોંકાવી દીધા છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 2 વીડિયો અને એક ફોટો પોસ્ટ કર્યો છે. વાસ્તવમાં, વિરાટ કોહલીએ તેનો એક્સરસાઈઝ કરતો વીડિયો અને ફોટા પોસ્ટ કર્યા છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાના એક કલાકમાં જ લાખો લાઈક્સ અને કોમેન્ટ આવી છે. 

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં વિરાટ કોહલીના રનની વાત કરીએ તો તેના બેટમાંથી કંઈ ખાસ નીકળ્યું નહીં. પ્રથમ દાવમાં તે 2 ચોગ્ગાની મદદથી માત્ર 14 રન જ બનાવી શક્યો હતો. જો કે બીજી ઈનિંગમાં તેણે સારા શોટ લગાવ્યા હતા પરંતુ તે 49 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ ઇનિંગમાં તેના બેટમાંથી 7 ચોગ્ગા નીકળ્યા હતા. કોહલીને આઉટ કરવા માટે સ્ટીવ સ્મિથે એક શાનદાર કેચ લીધો હતો. આવી સ્થિતિમાં, કોહલી હવે આગામી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર રન બનાવવા પર નજર રાખશે. આગામી થોડા મહિનામાં એશિયા કપ અને વર્લ્ડ કપ પણ યોજાવાના છે. આ મોટી ટૂર્નામેન્ટમાં કોહલીના સ્કોરિંગ રન ટીમની જીત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચો:
CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, જાણો શું છે પહિંદ વિધિ અને ક્યારથી થઈ તેની શરૂઆત
ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીમાં લીધો ભાગ, ભગવાન જગન્નાથ રથમાં થયા બિરાજમાન
આજે ભુલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ગયા તો સો ટકા ફસાયા સમજો, કારણ કે..

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news