ICC પ્લેયર ઓફ ધ મંથ બન્યો વિરાટ કોહલી, કરિયરમાં પહેલીવાર જીત્યો આ એવોર્ડ

ICC એ ઓક્ટોબર મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડની જાહેરાત કરી દીધી છે. આ વખતે એવોર્ડ ભારતના દિગ્ગજ બેટર વિરાટ કોહલીને આપવામાં આવ્યો છે. 

ICC પ્લેયર ઓફ ધ મંથ બન્યો વિરાટ કોહલી, કરિયરમાં પહેલીવાર જીત્યો આ એવોર્ડ

દુબઈઃ Virat Kohli ICC Player of the Month: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) ઓક્ટોબર મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ માટે એવોર્ડની જાહેરાત કરી દીધી છે. આ વખતે આ એવોર્ડ ભારતના દિગ્ગજ બેટર વિરાટ કોહલીને આપવામાં આવ્યો છે. કોહલીને આ એવોર્ડ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન અને ટી20 વિશ્વકપમાં સારા પ્રદર્શન માટે આપવામાં આવ્યો છે. 

સિકંદર રઝા અને ડેવિડ મિલરને પાછળ છોડ્યા
વિરાટ કોહલીએ આ એવોર્ડ ઝિમ્બાબ્વેના દિગ્ગજ ઓલરાઉન્ડર સિકંદર રઝા અને દક્ષિણ આફ્રિકાના બેટર ડેવિડ મિલરને પછાડીને હાસિલ કર્યો છે. કોહલીએ પ્રથમવાર આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે. તેણે ઓક્ટોબર મહિનામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. તો કોહલીએ આ એવોર્ડ મળ્યા બાદ કહ્યું કે, મારા માટે આ ખુબ સન્માનની વાત છે કે મને એવોર્ડ આપવામાં આવ્યો. 

ઓક્ટોબર મહિનામાં કોહલીનું શાનદાર પ્રદર્શન
આઈસીસીના પ્લેયર ઓફ ધ મંથનો પ્રથમવાર એવોર્ડ જીતનાર વિરાટ કોહલીએ પાછલા મહિને શાનદાર બેટિંગ કરી હતી. તેણે ટી20 વિશ્વકપમાં પાકિસ્તાન સામે 82 રન ફટકારી જીત અપાવી હતી. કોહલીએ સંકટના સમયમાં આ દમદાર ઈનિંગ રમી હતી. ખુદ વિરાટે આ ઈનિંગને પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ ઈનિંગ ગણાવી હતી. આ ઈનિંગ સિવાય વિરાટે નેધરલેન્ડ વિરુદ્ધ મુકાબલામાં પણ 62 રનની ઈનિંગ રમી હતી. 

— BCCI (@BCCI) November 7, 2022

તો ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝ દરમિયાન ગુવાહાટીમાં 28 બોલમાં 49 રનની ઈનિંગ રમી હતી. વિરાટે ઓક્ટોબર મહિનામાં 205ની એવરેજથી 205 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ પણ 150.73ની રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news