WATCH: વિરાટ કોહલીનો ડ્રેસિંગ રૂમમાં કેક કાપતો Video વાયરલ, ફિટનેસ-વિટનેસ બધુ ભૂલી ગયા પૂર્વ કેપ્ટન!

Virat Kohli Birthday Video: 34 વર્ષના થઇ ચૂકેલા વિરાટ કોહલી ફિટનેસને લઇને ખૂબ સજાગ રહે છે. તેમણે ફિટનેસ-ફ્રીક ગણવામાં આવે છે અને આ મામલે તે દેશમાં જ નહી દુનિયાના ઘણા એથલીટો માટે પ્રેરણા છે. જોવામાં આવે તો ઘણા એથલીટ કેક અને એવી વસ્તુઓથી દૂર રહે છે જેનાથી ખૂબ કેલરી વધે છે. 

WATCH: વિરાટ કોહલીનો ડ્રેસિંગ રૂમમાં કેક કાપતો Video વાયરલ, ફિટનેસ-વિટનેસ બધુ ભૂલી ગયા પૂર્વ કેપ્ટન!

Virat Kohli Birthday Cake Cutting Video: હાલના સમયમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ ટીમ ઇન્ડીયાના સુપરસ્ટાર વિરાટ કોહલી આજે (5 નવેમ્બર 2022) 34 વર્ષના થઇ ગયા છે. તે હાલ ઓસ્ટ્રેલિયામાં છે જ્યાં ટીમ ઇન્ડીયા ટી20 વર્લ્ડકપ માટે હાજર છે. ભારતે પોતાની આગામી મેચ મેલબોર્નમાં રમવાની છે અને વિરાટે એમસીજીના ડ્રેસિંગ રૂમમાં સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. તમને જણાવી દઇએ કે રોહિત શર્માની કેપ્ટનશિપ વાળી ટીમની આગામી ભિડંત ઝિમ્બાવ્બે સામે થવાની છે. 

બીસીસીઆઇએ શેર કર્યો Video
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી શનિવારે એક વીડિયો શેર કર્યો છે. તેમાં વિરાટ કેક કાપતા અને પછી તે ખાતા જોવા મળી રહ્યા છે. તેમની સાથે પૈડી અપટન પણ છે. પૈડી અપટનનો પણ જન્મદિવસ આજે છે. તે ટીમ ઇન્ડીયાના મેન્ટલ કંડીશનિંગ કોચ છે. જ્યારે વિરાટ કોહલીના બેટમાંથી રન બનતા નથી, ત્યારે તે પૈડી અપટન પાસેથી કોચિંગ લેવા ગયા હતા. આ દરમિયાન વિરાટે મેલબોર્ન સ્ટેડિયમમાં પણ કેક કાપી અને તેની પ્રશંસા કરતાં ખાધી પણ. 

— BCCI (@BCCI) November 5, 2022

ફિટનેસને લઇને ખૂબ સજાગ છે વિરાટ
વિરાટ કોહલી ફિટનેસને લઇને ખૂબ સજાગ રહે છે. તેમણે ફિટનેસ ફ્રીક ગણવામાં આવે છે અને આ મામલે તે દેશના જ નહી દુનિયાના ઘણા એથલીટો માટે પ્રેરણા છે. જોવામાં આવે છે કે ઘણા એથલીટ કેક અને એવી વસ્તુઓથી દૂર રહે છે જેનાથી કેલરી વધે છે. વિરાટે પોતે જણાવ્યું હતું કે તે ફિટનેસને લઇને ખૂબ સમજી વિચારીને ડાયટ લે છે. એવામાં આ પ્રકારનો વીડિયો જોઇને તો એવું લાગી રહ્યું છે કે વિરાટ ફેન્સ અને ટીમના પ્રેમના ચક્કરમાં ફિટનેસ વિશે ભૂલી ગયા. જોકે તેમણે જિમમાં અથવા મેદાન પર પરસેવો વહાવીને તેના પર જરૂર ધ્યાન આપ્યું હશે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee News (@zeenews)

મેલબોર્નમાં 'સુપર સંડે'
ભારતીય ટીમ હવે 6 નવેમ્બર એટલે કે રવિવારે ઝિમ્બાબ્વે સામે સુપર 12 રાઉન્ડના ગ્રુપ-2 ની પોતાની અંતિમ મેચમાં ટકરાશે. ટીમ ઇન્ડીયા મેચ જીતતાં જ સેમીફાઇનલની ટિકિટ ફાઇનલ કરી દેશે પરંતુ હાર સાથે તેના દરવાજા પણ બંધ થઇ શકે છે. એવામં આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીમ ઇન્ડીયા હાલ ગ્રુપ 2 માં 6 પોઇન્ટ સાથે ટો પર છે. દક્ષિણ આફ્રીકા બીજા ક્રમ પર છે જેના 5 પોઇન્ટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news