વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સાથે કરી બર્થડેની ઉજવણી, અનુષ્કા પણ હાજર

Virat Kohli Celebrated Birthday: વિરાટ કોહલીએ પોતાની ફ્રેન્ચાઇઝી ટીમ આરસીબી સાથે જન્મદિવસ ઉજવ્યો. આ તકે તેની સાથે પત્ની અનુષ્કા શર્મા પણ હાજર હતી. 
 

વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સાથે કરી બર્થડેની ઉજવણી, અનુષ્કા પણ હાજર

નવી દિલ્હીઃ વિરાટ કોહલીની ગણના વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. ટીમ ઈન્ડિયા અને રોયલ ચેલેન્જર્સના કેપ્ટન કોહલીનો આજે 32મો જન્મદિવસ છે. તેના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા રેકોર્ડ છે. કોહલીએ પોતાનો જન્મદિવસ પોતાની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલોર સાથે ઉજવ્યો છે. હૈદરાબાદ વિરુદ્ધ એલિમિનેટર મુકાબલા પહેલા કોહલીએ પત્ની અનુષ્કા અને ટીમના સાથી ખેલાડીઓએ બર્થડે સેલિબ્રેટ કર્યો છે. 

ટીમના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કોહલીની બર્થડે પાર્ટીનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ટીમના ખેલાડીઓએ કોહલીને ઘેરી રાખ્યો છે અને તેના પર કેક લગાવી રહ્યા છે. સ્ટેને આ વીડિયો પર કોહલીને જન્મદિવસની શુભેચ્છા આપી છે. આ વીડિયોને વિરાટ કોહલીના એક ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે. 

A post shared by VIRAT♥️KOHLI (@_virat_kohli_army) on

રોયલ ચેલેન્જર્સની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી ચુકી છે. તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને રહી. શુક્રવારે એલિમિનેટરમાં તેનો મુકાબલો ત્રીજા સ્થાન પર રહેનારી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સાથે થશે. કોહલીની આગેવાની વાળી ટીમે પોતાની છેલ્લી ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 

શું આગામી બર્થડે સુધી Sachin Tendulkar ના રેકોર્ડને તોડી શકશે Virat Kohli?

આ સીઝનમાં કોહલીનું પ્રદર્શન ખાસ રહ્યુ નથી. કોહલીએ 14 મેચોમાં 460 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ 122.01ની રહી છે જેને ખુબ સારી ન કહી શકાય. બેંગલોરની ટીમ પોતાની છેલ્લી લીગ મેચમાં દિલ્હી સામે હારી ગઈ હતી. ત્યારબાદ બેંગલોરની ટીમ નેટ રનરેટને આધારે પ્લેઓફમાં પહોંચી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news