IPL 2023: પંજાબ કિંગ્સ વિરુદ્ધ વિરાટ કોહલીએ બનાવ્યા બે નવા રેકોર્ડ, બની ગયો આઈપીએલનો 'કિંગ'
IPL 2023: આઈપીએલ 2023ની 27મી મેચમાં મોહાલીના મેદાનમાં આરબીસી અને પંજાબ વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચમાં વિરાટે ટીમની કમાન પણ સંભાળી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ Virat Kohli IPL records: આઈપીએલ 2023ની 27મી મેચમાં ગુરૂવારે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર રમાઈ હતી. આ મેચમાં પંજાબના કેપ્ટન સેમ કરને ટોસ જીત્યો અને આરસીબીને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. બેંગલોર માટે ઓપનિંગ કરવા આવેલા વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ એક સાથે બે રેકોર્ડ પોતાના નામે કર્યાં છે.
પહેલો બેટર બન્યો વિરાટ કોહલી
વિરાટ કોહલીએ આ મેચમાં જ્યારે 30 રન ફટકાર્યા તો તે આઈપીએલ ઈતિહાસમાં 100 વખત 30 પ્લસ સ્કોર બનાવનાર એકમાત્ર બેટર બની ગયો. તેણે અત્યાર સુધી આઈપીએલમાં 5 સદી, 48 અડધી સદી અને 47 વખત 30 રન પ્લસનો સ્કોર બનાવ્યો છે. કુલ મળીને વિરાટે હવે 100મી વખત 30 પ્લોસનો સ્કોર કર્યો છે. ત્યારબાદ શિખર ધવનનો નંબર આવે છે, જેણે 91 વખત 30+નો સ્કોર કર્યો છે.
વિરાટે મેળવી આ સિદ્ધિ
વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ વિરુદ્ધ બેટિંગ કરતા 47 બોલમાં 59 રન ફટકાર્યા. તેની આ ઈનિંગમાં પાંચ ફોર અને એક સિક્સ સામેલ હતી. વિરાટે મેચમાં જ્યારે ત્રીજી બાઉન્ડ્રી ફટકારી તો તેના નામે આઈપીએલમાં 600 ચોગ્ગા થઈ ગયા છે. હવે વિરાટના નામે આઈપીએલમાં 602 ચોગ્ગા થઈ ગયા છે. આ સિવાય વિરાટે અત્યાર સુધી આઈપીએલમાં 228 સિક્સ ફટકારી છે.
આ સીઝનની ચોથી અડધી સદી
વિરાટ કોહલી માટે અત્યાર સુધી આઈપીએલની સીઝન શાનદાર રહી છે. તેણે પંજાબ કિંગ્સ વિરુદ્ધ આઈપીએલ 2023માં પોતાની ચોથી અડધી સદી ફટકારી હતી. વિરાટે અત્યાર સુધી 6 મેચમાં 141.94ની સ્ટ્રાઇક રેટથી 264 રન ફટકાર્યા છે. આ દરમિયાન તેનો સર્વાધિક સ્કોર 82 રન રહ્યો છે. વિરાટ પોતાના આઈપીએલ કરિયરમાં અત્યાર સુધી પાંચ સદી ફટકારી ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે