શું તમે ખરીદેલો મોબાઈલ ફોન ચોરી કે લૂંટનો તો નથી'ને? ગુજરાતમાં સૌથી મોટો મોબાઇલનો જથ્થો ઝડપાયો
બાતમીના આધારે સચીન GIDC ગૌતમનગરમાં આવેલ ‘રૂદ્ર મોબાઇલ સર્વિસ સેન્ટર’ નામના દુકાનદાર અરવિંદ બબન મોર્યાને તેની મોબાઇલ ફોનની દુકાનમાંથી અલગ અલગ કંપનીના આધાર પુરાવા વગરના કુલ 2 લાખની કિંમતના 21 મોબાઈલ ફોન સાથેપકડી પાડવામાં આવેલ છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: સચિન-પાંડેસરા વિસ્તારમાં મોબાઇલ ફોનની લુંટ વિથ મર્ડર તથા લુંટના ગુનામાં સંડોવાયેલ આરોપીઓએ અગાઉ કરેલ લુંટ તથા સ્નેચીંગ કરેલ મોબાઇલ ફોન ખરીદ કરનાર દુકાનદારને લુંટ તથા ચોરી કરેલ રૂપિયા 2 લાખની કિંમતના ફૂલ 21 મોબાઇલ ફોનના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, તારીખ ૧૨/૦૪/૨૦૨૩ ના રોજ સચીન GIDC વિસ્તારમાં વિકાસ ઉર્ફે સૌરભ ચતુરવેદિ તથા સત્યમસિંગ ઉર્ફે ગોલુ અને રોહિત ઉર્ફે ટી.ડી. યાદવ સાથે મોટર સાયકલ ઉપર નિકળી રાત્રીના સમયે સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રોડ ઉપરથી મોબાઇલ ફોનની લુંટ કરતી વખતે એક ઇસમને છાતીના ભાગે ચપ્પુના ઘા માર્યો હતો. જે ઇસમનું મોત થયું હતું.
તેમજ તે રાત્રીમાં સચીનજી.આઇ.ડી.સી વિસ્તારમાં એક ઇસમને ચપ્પુના ઘા મારી તેની પાસેથી મોબાઇલ ફોનની લુંટ કરેલ અને સચીન જી.આઇ.ડી.સી વિવેક ટેક્ષટાલ્સના ગેટ પાસેથી પણ એક ઇસમને ચપ્પુના ઘા મારી મોબાઇલ ફોનની લુંટ કરેલ હોય જે બાબતે સચીન પોલીસ સ્ટેશન લુંટ વિથ મર્ડર તથા સચીન GIDC પોલીસ સ્ટેશનમાં લુંટના ગુના રજિસ્ટર થયેલા હતા.
બનાવ સબંધે સચીન GIDC તેમજ આજુબાજુના ઔધોગીક વિસ્તારમાં રાત્રી દરમ્યાનઔધોગીક એકમોમાં મોટર સાયકલ પર મોબાઇલ ફોનની લુંટ તથા સ્નેચીંગ કરવાના ઇરાદે ફરી રાતપાળીમાં કામ અર્થે આવ-જા કરનાર એકલા ઇસમોને ટાર્ગેટ કરી તેઓ પાસેના મોબાઇલ ફોનની લુંટ તથા ચોરીના બનાવવો બનતા હતા. જે સંદર્ભે બાતમીના આધારે સચીન GIDC ગૌતમનગરમાં આવેલ ‘રૂદ્ર મોબાઇલ સર્વિસ સેન્ટર’ નામના દુકાનદાર અરવિંદ બબન મોર્યાને તેની મોબાઇલ ફોનની દુકાનમાંથી અલગ અલગ કંપનીના આધાર પુરાવા વગરના કુલ 2 લાખની કિંમતના 21 મોબાઈલ ફોન સાથેપકડી પાડવામાં આવેલ છે.
આરોપીની પુછપરછ દરમ્યાન અગાઉ તેની સાથે તેજોદય કંપનીમાં કામ કરતો નિતિન ઉર્ફે નિખીલ ચંદ્રકાંત ચોબે તેની દુકાન પર આવી ઋષિકેશ રવિન્દ્રનાથ મિશ્રા તથા આકાશ તથા વિકાસ ઉર્ફે સૌરભઉર્ફે સૌરભ તથા વિજય પ્રતાપ ચર્તુવેદી તથા સત્યમસિંગ ઉર્ફે ગોલુ રાધેશ્યામ સિંગ તથા રોહિત ઉર્ફે ટી.ડી. અચ્છેલાલ યાદવ તથા ઉતકર્ષ રાજપુત વાળાઓ મોટર સાયકલ પર ફરી મોબાઇલ ફોનની લુંટ તથા ચોરીઓ કરે છે અને ચોરી કરેલ મોબાઇલ ફોન વેંચાણથી આપવાના છે તેમ વાત કરતા હાલ પકડાયેલ ઇસમ અરવિંદ મોર્યા તેની સાથે સહમત થયા.
આ ઇસમોને અરવિંદ મોર્યા સાથે ઓળખાણ પણ કરાવેલ અને છેલ્લા છ એક માસથી ઉપરોક્ત ઇસમોએ અલગ અલગ સમયે લુંટ તથા ચોરી કરેલ મોબાઇલ ફોન વેંચાણથી લીધેલ અને ગ્રાહકોને વેંચાણથી આપવા માટે પોતાની દુકાન પર રાખી મુકતો હતો. હાલ પોલીસે સચિન જીઆઇડીસી અને પાંડેસરા મળી કુલ 5 ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે