VIDEO: સદી જ મારતા અનુષ્કાએ પાડી તાલી, વિરાટે આપી ફ્લાઇંગ કિસ

જોરદાર ફોર્મમાં ચાલી રહેલા કેપ્ટન વિરાટ કોહલીના 23મી ટેસ્ટ સદીની મદદથી ભારતે ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડને જીતવા માટે 521 રનનો ટાર્ગેટ આપ્યો છે.

VIDEO: સદી જ મારતા અનુષ્કાએ પાડી તાલી, વિરાટે આપી ફ્લાઇંગ કિસ

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ટ્રેંટ બ્રિઝના ત્રીજા દિવસે વિરાટ કોહલીએ 103 રન બનાવી ભારતની સ્થિતી મજબૂત કરી દીધી છે. સોમવારે(20 ઓગસ્ટ) વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં બીજી સદી ફટકારી છે. વિરાટ કોહલીએ 149 રનની ઇનિગ્સ રમી હતી. સદી કરીને વિરાટ કોહલીએ ખાસ રીતે ઉજવણી કરી હતી. આ દરમિયાન વિરાટ કોહલીની પત્ની બોલીવૂ઼ડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ ત્યાં હાજર હતી. વિરાટ કોહલીએ 197 બોલાં 10 ફોરની મદદથી શાનદાર 103 રનની ઇનિગ્સ રમી હતી. જ્યારે મહત્વનું છે, કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે. ભારત ટેસ્ટ સીરીઝના પહેલા 2 મેચ હારી ગઇ છે, જેના કારણે વિરાટ બ્રિગેડની મોટી સંખ્યામાં લોકો ટીકા કરી રહ્યા છે. જ્યારે ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની સ્થિતી ખુબજ સારી દેખાઇ રહી છે. 
 
સદી મારતાની સાથે જ વિરાટ કોહલીએ ટ્રેટ બ્રિજમાં સ્ટેન્ડમાં બેઠેલી અનુષ્કા શર્માની બાજુ બેટ ફેરવીને ફ્લાઇંગ કિસ આપી હતી. આમ તો જ્યારે પણ અનુષ્કા મેચ જોવા આવી હોય અને ત્યા હાજર હોય ત્યારે કોહલી તેને જોઇને ફ્લાઇંગ કિસ તો આપે જ છે. આવા દ્રશ્યો ધણી વાર દેખાયા છે. વિરાટે 23માં ટેસ્ટમાં સદી મારતા અનુષ્કાએ તાળી વગાડીને તેનું અભિવાદન કર્યું હતું. જ્યારે અનુષ્કાએ પણ વિરાટને ફ્લાઇંગ કિસ કરી હતી. 

— SPN- Sports (@SPNSportsIndia) August 20, 2018

વિરાટ કોહલીએ અનુષ્કાને આપેલી ફ્લાઇંગ કિસનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

 

A post shared by Virat Kohli 💕 (@virat_kohli._.18_) on

 

અનુષ્કા શર્માએ વિરાટને આપેલી ફ્લાઇંગ કિસની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. 

 

 

મહત્વનું છે, કે એજબેસ્ટનમાં કોહલીએ પ્રથમ બેંટીગમાં 149 રન કર્યા ત્યારે પણ અનુષ્કા ત્યાં હાજર હતી. અનુષ્કા શર્માને અત્યારે એ બાબતો સોશિયલ મીડિયામાં ડ્રોલ કરવામાં આવી કે તેણે ઇન્ડિયન ક્રિકેટ ટીમ અને સપોર્ટ સ્ટાફ સાથે લંડનમાં સ્થિત ભારતીય દૂતાવાસની બહાર ફોટા પડાવ્યા હતા. અનુષ્કાએ જવાબ આપ્યો હતો કે આ જે તમામ બાબતો દિશાનિર્દેશમાં રહીને કરવામાં આવી હતી. અનુષ્કા શર્માની ફિલ્મ સુઇધાગા પણ 28 સપ્ટેમ્બરે રીલીઝ થવાની છે. જેની સાથે અનુષ્કાની પણ ફિલ્મની એક તસવીર પણ ટ્રોલ કરવામાં આવી રહી છે. 

જોરદાર ફોર્મમાં ચાલી રહેલા કેપ્ટન વિરાટ કોહલીએ 23મી ટેસ્ટ સદીના કારણે ત્રીજા ટેસ્ટમાં ભારતની સ્થિતી ખુબજ મજબૂત થઇ ગઇ છે. ભારતીય ટીમના વિરાટ કોહલી 103 રન કરવાની સાથે પૂજારા સાથે (72)ની સાથે ત્રીજા વિકેટ માટે 113 રનની ભાગેદારી કરી જ્યારે રહાણે (29) સાથે ચોથી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી જેનાથી ભારતે સાત વિકેટના નુકશાન 352 રન બનાવી ટીમ ડીક્લલેર કરીને ઈંગ્લેન્ડને 521 રનનો ટાર્ગેટ આપ્યો  હતો.    

ઈંગ્લેન્ડે ટાર્ગેટનો પીછો કરતા દિવસના અંત સુધીમાં 9 ઓવરમાં 23 રન બનાવી એક પણ વિકેટ ગુમાવ્યા વિના ટાર્ગેટનો પીછો કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news