VIDEO: 2 વર્ષના આ નાના ક્રિકેટરના શોર્ટ જોઇ રોહિત-કોહલી પણ રહી ગયા દંગ

સોશિયલ મીડિયામાં ક્રિકેટ રમી રહેલા આ નાના બાળકને વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. 

VIDEO: 2 વર્ષના આ નાના ક્રિકેટરના શોર્ટ જોઇ રોહિત-કોહલી પણ રહી ગયા દંગ

નવી દિલ્હી: ભારતમાં ક્રિકેટને ધર્મની જેમ માવનામાં આવે છે. મોટાભાગના બાળકો તેમની રમતની શરૂઆત ક્રિકેટથી કરતા હોય છે. ગલીઓ મેદાન અને ઘરના ધાબા પર બાળકો ક્રિકેટ રમતા નજરે પડતા હોય છે. બાળકોથી લઇને વૃદ્ધોમાં ક્રિકેટમાં પ્રેમ એટલી હદ સુધી ફેલાયેલો છે, કે ભારતની મેચ આવતાની સાથે જ લોકો તેમના બધા કામ મૂકીને ટીવી સામે બેસી જાય છે. ત્યારે આઇપીએલે ભારતમાં ક્રિકેટ પ્રેમીઓની સંખ્યામાં પણ નોધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. માટે જ મોટા ભાગના બાળકો પણ ક્રિકેટર બનાવાની ઇચ્છા રાખે છે. અને તેઓ ક્રિકેટ શીખી રહ્યા છે.  

પરંતુ જેવી રીતે કહેવાય છેને કે કૌશલ્યો કુદરતી હોય છે. તમે પ્રેકટિસ કરીને તેમાં વધારે નિપુણતા લાવી શકે છો. પરંતુ તે કૌશલ્ય તમારામાં કુદરતી હોવું જોઇએ. સોશિયલ મીડિયામાં એક આવાજ બાળ ક્રિકેટરનો વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. 

આ બાળક વિશે વધારે જાણકારી તો નથી મળી રહી, પરંતુ તેની ઉંમર બે વર્ષ જાણવા મળી રહી છે. માત્ર બે વર્ષની ઉંમરનો આ ખેલાડી ક્રિકેટના અમુક સુદર શોટ્સ રમે છે. આ બાળક એટલા સુંદર ક્રિકેટ શોટ્સ રમે છે, કે તેનો વીડિયો જોનારાઓ તેના વખાણ કર્યા વિના રહી શકતા નથી.

 

A post shared by Epic Cricket Comments (@epic.cricket_comments) on

 

ફેન્સ આ છોકરાના વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. અને જોરદાર વખાણ પણ કરી રહ્યા છે. અમુક ચાહકોએ તો એમ પણ કહ્યું કે આ બાળક ભવિષ્યનો રોહિત શર્મા છે. ત્યારે વીડિયોને પસંદ કરનારા લોકોનું માનવું છે, કે આ બાળકના શોટ્સ જઇ રોહિત શર્મા અને વિરાય કોહલી પણ આશ્ચર્યચકિત થઇ જશે.

થોડા દિવસ પહેલા બીજા એક બાળ ક્રિકેટરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, આ વીડિયોમાં એક નાનો ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના પ્રચલીત હેલીકોપ્ટર શોટ્સ રમી રહ્યો છે. આ બાળકની ઉંમર પણ આશરે 2 વર્ષ છે, પરંતું જે આત્મવિશ્વાસ સાથે આ બાળક હેલીકોપ્ટર શોટ્સ રમી રહ્યો છે, તેને જાઇને મહેન્દ્ર સિંહ ધોની પણ વાહ-વાહ કરવા લાગ્યો હતો.

 

A post shared by M.S Dhoni⏺️ (@ms.mahi7781) on

 

મહત્વનું છે, કે ક્રિકેટની વધી રહેલી લોકપ્રિયતાને કારણે બાળકોમાં ક્રિકેટને લઇને ખાસ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવામાં સોશિયલ મીડિયામાં બાળકોના ક્રિકેટ રમી રહેલા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. જેનાથી તેઓ તેમના બેટીંગ અને બોલીંગના કૌશલ્યો દેખાડતા રહે છે. ધણી વાર તો સ્ટાર ક્રિકેટરો આવા બાળકોના વીડિયો શેર કરીને તેમની ઉત્સુક્તામાં વઘારો કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news