VIDEO : બાઉન્ડ્રી પર વિરાટે ચાહકોને કર્યો એક ઇશારો અને પછી...
મેચમાં સૌથી વધારે રન રોહિત શર્માએ બનાવ્યા હતા
Trending Photos
માલાહાઇડ (આયરલેન્ડ) : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટર વિરાટ કોહલી આયરલેન્ડ વિરૂદ્ધ આગામી ટી-20 મેચમાં તેમજ ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચોની સિરીઝમાં ધમાકેદાર પર્ફોમન્સ કરવા ઇચ્છે છે. 27 જૂને રમાયેલી પહેલી ટી-20 મેચમાં કોહલી બેટિંગ માટે છઠ્ઠા ક્રમે ઉતર્યો હતો. ભારતે આ મેચ 76 રનથી જીતી ગયું છે. આ મેચમાં સુરેશ રૈના ત્રીજા નંબરે અને મહેન્દ્ર સિંહ ધોની ચોથા ક્રમે ઉતર્યો હતો. આ મેચમાં શિખર ધવન તેમજ રોહિત શર્માની ઓપનિંગ જોડીએ 160 રન બનાવ્યા છે. ભારતે પાંચ વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. આ સ્કોરના જવાબમાં આયરલેન્ડ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા.
આ મેચ દરમિયાન વિરાટ કોહલી જેવો બાઉન્ડ્રી પાસે પહોંચ્યો કે ચાહક કોહલી-કોહલીની બૂમો પાડવા લાગ્યા. વિરાટે પણ સ્માઇલ સાથે ચાહકોનું અભિવાદન કર્યું હતું અને તેમની તરફ હાથ હલાવીને ઇશારો પણ કર્યો હરરતો. આ પછી આખું સ્ટેડિયમ કોહલી-કોહલીની બૂમોથી ગુંજી ઉઠ્યું. જોકે, વિરાટ કોહલી આ મેચમાં ઝીરો રનમાં જ આઉટ થઈ ગયો હતો.
કેપ્ટન્ વિરાટ કોહલીએ આ મેચ પછીના પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે ''અમે તો પહેલાં જ એવી ઘોષણા કરી હતી કે ઓપનિંગ જોડી સિવાય અમે મધ્ય ક્રમમાં પણ અનેક પ્રયોગ કરીશું. અમે આગામી કેટલીક ટી-20 મેચોમાં પણ આવા જ પ્રયોગ કરીશું. અમે જરૂરિયાત પ્રમાણે બેટિંગ ઓર્ડર નક્કી કરીશું. અમારા અનેક ખેલાડીઓએ આઇપીએલમાં સારું પ્રદર્શન કર્યું છે અને અમે તેમને પણ મધ્યમ ક્રમમાં બેટિંગ કરવાનો મોકો મળે એવી વ્યવસ્થા અપનાવીશું.''
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે