ગાયત્રી પરિવારના પ્રમુખ પ્રણવ પંડ્યા બોલ્યા, રાહુલ ગાંધીને નહીં મળે VIP ટ્રીટમેન્ટ, અમને ચહેરો પસંદ નથી...
આ અગાઉ ભાજપા અધ્યક્ષ અમિત શાહે સમર્થન માટે ગાયત્રી પરિવારના પ્રમુખ ડો. પ્રણવ પંડ્યા સાથે મુલાકાત કરી હતી.
- ગાયત્રી પરિવારના વડા પ્રણવ પંડ્યાએ સ્પષ્ટ કર્યો મત
- લોકસભા ચૂંટણીમાં ભાજપને સમર્થન તરફ કર્યો ઇશારો
- રાહુલ ગાંધીનો ચહેરો પસંદ ન હોવાનું આપ્યું નિવેદન
Trending Photos
નવી દિલ્હી #ગાયત્રી પરિવારના પ્રમુખ ડો. પ્રણવ પંડ્યાએ આગામી લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપને સમર્થન આપવાના સંકેત આપ્યા છે. બુધવારે હરિદ્વારમાં એમણે કહ્યું કે, જો રાહુલ ગાંધી એમને અહીં આવીને મળવા ઇચ્છે તો તે મળી શકે છે. પરંતુ એમને અહીં કોઇ વિશેષ ટ્રીટમેન્ટ નહીં મળે. કેટલાક દિવસો પહેલા ફોર સમર્થન અંતર્ગત ભાજપ અધ્યક્ષ અમિત શાહે ડો. પ્રણવ પંડ્યા સાથે મુલાકાત કરી હતી. બુધવારે આરએસએસ ચીફ મોહન ભાગવત સાથે બેઠક બાદ જ્યારે એમને રાહુલ ગાંધી સાથે મુલાકાત અંગે સવાલ પુછવામાં આવ્યો ત્યાકે એમણે આ જવાબ આપ્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર, ડો. પ્રણવ પંડ્યાએ કહ્યું કે, અમિત શાહની જેમ એમને નહીં આવકારીએ. તે આવવા ઇચ્છતા હોય તો આવે, અમને અમનો ચહેરો પસંદ નથી. તેમણે કહ્યું કે, અમને કોંગ્રેસની નીતિઓ પસંદ નથી.
અહીં નોંધનિય છે કે, ગત દિવસોમાં એમણે કેન્દ્ર સરકારની નમામી ગંગે યોજના સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. જોકે આ મામલે કેન્દ્ર સરકાર સામેનો એમનો રોષ હજુ ઓછો થયો નથી. તેમણે કહ્યું કે, આ મામલે હજુ વધુ કંઇક કરવાની જરૂર છે. ભાજપને સમર્થન આપવા અંગેના સવાલ અંગે એમણે કહ્યું કે, મારે જે ઇશારો કરવાનો હતો એ મેં કરી દીધો છે.
ગાયત્રી પરિવારનો દાવો છે કે સમગ્ર દુનિયામાં એમના ફોલોઅર્સની સંખ્યા 15 કરોડની આસપાસ છે. આ માટે 2019માં ઘણા રાજકીય પક્ષો એમના સમર્થનની માંગ કરી રહ્યા છે. રવિવારે ભાજપ પ્રમુખ અમિત શાહે એમની સાથે સમર્થન માટે મુલાકાત કરી હતી. આ ઉપરાંત અમિત શાહે જૂના અખાડાના સ્વામી અવધેશાનંદ, હરિદ્વારમાં ભારત માતા મંદિરના સંસ્થાપક સ્વામી સત્યામિત્રાનંદથી મુલાકાત કરી સમર્થન માંગ્યું હતું.
ભારતને મહિલાઓ માટે અસુરક્ષિત દેશ ગણાવનારાઓ માટે એમણે કહ્યું કે, આવી સ્થિતિ બિલકુલ નથી. એમને પુછાયું કે, તે અમિત શાહની જેમ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી શાંતિ કુંજમાં એમને મળવા આવે તો એમનું વલણ કેવું હશે? આ મામલે ડો. પંડ્યાએ કહ્યું કે, તેઓ ઇચ્છે ત્યારે આવી શકે છે, અહીં ઘણી લાંબી લાઇન લાગે છે. એમને કોઇ વીઆઇપી ટ્રીટમેન્ટ નહીં મળે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે