VIDEO : સચિનના બર્થ-ડે પર વિનોદ કાંબલીએ ગાયું ગીત, જવાબમાં તેન્ડુલકરે મારી સિક્સર !

વિનોદ કાંબલીએ પોતાના ફેવરિટ મિત્ર સચિન તેન્ડુલકરના જન્મદિવસ પર એક ગીત શેયર કર્યું જેના જવાબમાં સચિને કાંબલીના લુક્સ પર મજા પડે એવો સવાલ કરી નાખ્યો

VIDEO : સચિનના બર્થ-ડે પર વિનોદ કાંબલીએ ગાયું ગીત, જવાબમાં તેન્ડુલકરે મારી સિક્સર !

નવી દિલ્હી :  ટીમ ઇન્ડિયાના મહાન બેટ્સમેન સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલીની મિત્રતા ઉદાહરણીય છે. બાળપણથી બંનેએ એકસાથે પોતાની કરિયરની શરૂઆત કરી હતી પણ સચિન કામના મામલામાં વિનોદ કરતા બહુ આગળ નીકળી ગયો. જોકે આમ છતાં બંને વચ્ચે મિત્રતાના સંબંધો બહુ મજબુત છે. સચિનના જન્મદિવસ પર આ વર્ષે વિનોદે તેના માટે એક ગીત ગાયું હતું પણ સચિને પોતે જ વિનોદને ટ્રોલ કરી નાખ્યો હતો. 

આ વર્ષે વિનોદે મિત્રતાનું એક ગીત સચિનને સમર્પિત કર્યું હતું. તેણે અમિતાભની ફિલ્મ યારાનાનું ‘તેરે જેસા યૈર કહાં’ ગાયું હતું. આ સાથે સચિનને ટેગ પણ કર્યો હતો. સચિને આ ગીત પર જબરદસ્ત જવાબ આપીને સિક્સર ફટકારી હતી. સચિને જવાબ આપતા કહ્યું હતું કે 'ખાસ આભાર વિનોદ કાંબલી, ગીત શાનદાર હતું પણ મને નવાઈ એ વાતની લાગી રહી છે કે તારી દાઢી સફેદ થઈ ગઈ છે પણ આઇબ્રો કાળી જ છે.'

— Sachin Tendulkar (@sachin_rt) 25 April 2019

ગયા વર્ષે વિનોદે ફ્રેન્ડશિપ ડેના દિવસે સચિનના નામનું ટેટુ કરાવ્યું હતું. આ મુદ્દે સચિને પણ કાંબલીના વખાણ કરતા કહ્યું હતું કે કાંબલી હંમેશા તેને સરપ્રાઇઝ આપે છે. થોડા વર્ષો પહેલાં સચિન અને કાંબલી વચ્ચે અંતર આવી ગયું હતું પણ હવે તેઓ ફરી એકબીજાની નજીક આવી રહ્યા છે. વિનોદ કાંબલીને ગીત ગાવાનો બહુ શોખ છે અને વીડિયો જોઈને અહેસાસ થાય છે કે તેણે બહુ દિલથી આ ગીત ગાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news