BCCI Media Rights: મીડિયા રાઇડ્સમાં વોયકોમ 18એ મારી બાજી, ટીવી અને ડિજિટલ બંનેના અધિકાર કર્યાં હાસિલ
BCCI Media Rights: ભારતીય ટીમની ઘરેલૂ આંતરરાષ્ટ્રીય મેચના પ્રસારણ અધિકાર હાસિલ કરવામાં વાયકોમ 18એ ડિઝ્ની સ્ટાર અને સોની સ્પોર્ટ્સને ઝટકો આપતા પાંચ વર્ષ માટેના રાઇટ્સ બીસીસીઆઈ પાસેથી ખરીદ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ BCCI Media Rights Viacom Won TV and Digital Rights: ભારતીય ક્રિકેટ ટીમની ઘરેલૂ મેચના પ્રસારણ અધિકાર હાસિલ કરવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી ઈ-ઓક્શનની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ટીમ ઈન્ડિયાની આંતરરાષ્ટ્રીય ઘરેલૂ મેચના ટીવી અને ડિજિટલ પ્રસારણ અધિકાર આ વખતે વાયકોમ 18એ હાસિલ કર્યાં છે. આ સાથે હવે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી વનડે સિરીઝની સાથે આ કરારની શરૂઆત થઈ જશે.
બીસીસીઆઈને થશે મોટી કમાણી
રિલાયન્સ ગ્રુપની વાયકોમ 18એ ભારતની ઘરેલૂ મેચના ડિજિટલ અને ટીવી રાઇટ્સ પર કબજો કરી લીધો છે. વાયકોમ 18 દરેક મેચ માટે બીસીસીઆઈને 67.8 કરોડ રૂપિયા ચુકવશે. આ કરાર પાંચ વર્ષનો છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા કુલ 88 ઘરેલૂ આંતરરાષ્ટ્રીય મેચ રમશે. એટલે કે વાયકોમ 18એ કુલ 5966.4 કરોડ રૂપિયામાં બીસીસીઆઈ પાસેથી પ્રસારણના અધિકાર હાસિલ કર્યાં છે.
Congratulations @viacom18 🤝 for winning the @BCCI Media Rights for both linear and digital for the next 5 years. India Cricket will continue to grow in both spaces as after @IPL, and @wplt20, we extend the partnership @BCCI Media Rights as well. Together we will continue to…
— Jay Shah (@JayShah) August 31, 2023
ટીમ ઈન્ડિયાના ઘરેલૂ મેચના પ્રસારણનો અધિકાર આ પહેલા સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની પાસે હતો, જે છેલ્લા 11 વર્ષથી સતત આ અધિકારોને હાસિલ કર્યાં હતા. હવે વાયકોમ 18એ તેને માત આપતા ટીવીની સાથે ડિજિટલમાં પણ રાઇટ્સ મેળવી લીધા છે. તેને લઈને ક્રિકબઝના રિપોર્ટ અનુસાર વાયકોમે 67.8 કરોડ રૂપિયા એક મેચની બોલી લગાવી છે, જે આ પહેલાના મુકાબલે 7.8 કરોડ રૂપિયા વધુ છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સપ્ટેમ્બર મહિનામાં રમાનાર ઘરેલૂ વનડે સિરીઝની સાથે શરૂ થનાર આ કરારમાં વાયકોમ 18ને આગામી પાંચ વર્ષમાં ટીમ ઈન્ડિયાની 88 આંતરરાષ્ટ્રીય મેચ દેખાડવાની તક મળશે. આ કરાર વર્ષ 2028ના માર્ચ મહિનામાં સમાપ્ત થશે. હવે ટીમ ઈન્ડિયાની ઘરેલૂ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા એપ પર થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે