Parliament Special Session: કેન્દ્ર સરકારે પાંચ દિવસ માટે બોલાવ્યું સંસદનું વિશેષ સત્ર, 10 બિલ થઈ શકે છે રજૂ

Parliament Special Session News: સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું કે સંસદનું એક વિશેષ સત્ર 18થી 22 સપ્ટેમ્બર સુધી 5 બેઠકો માટે બોલાવવામાં આવી રહ્યું છે. 

Parliament Special Session: કેન્દ્ર સરકારે પાંચ દિવસ માટે બોલાવ્યું સંસદનું વિશેષ સત્ર, 10 બિલ થઈ શકે છે રજૂ

નવી દિલ્હીઃ Parliament Special Session: કેન્દ્ર સરકારે ચોંકાવનારો નિર્ણય લેતા સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી (Pralhad Joshi)એ ગુરૂવાર (31 ઓગસ્ટ) એ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું કે સંસદનું વિશેષ સત્ર 18થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. તેમાં 5 બેઠક યોજાશે. 

સ્પેશિયલ સત્ર નવી સંસદમાં યોજાશે. સૂત્ર પ્રમાણે આ સત્રમાં 10થી વધુ મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. બિલને કારણે સ્પેશિયલ સત્ર બોલાવવામાં આવ્યું છે. પ્રહ્લાદ જોશીએ લખ્યુ કે અમૃત કાળ વચ્ચે સંસદમાં સાર્થક ચર્ચા અને ડિબેટની રાહ જોઈ રહ્યો છું. 

ચોમાસુ સત્રમાં થયો હતો જોરદાર હંગામો
નોંધનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલ્યું હતું. આ દરમિયાન મણિપુર હિંસાને લઈને બંને સંસદમાં જોરદાર હંગામો થયો હતો. વિપક્ષી દળોએ મણિપુરના મુદ્દા પર ગૃહમાં ચર્ચા અને પીએમ મોદીના નિવેદનની માંગ કરતા જોરદાર હંગામો કર્યો હતો. 

ಸಂಸತ್ತಿನ ವಿಶೇಷ ಅಧಿವೇಶನವನ್ನು… pic.twitter.com/k5J2PA1wv2

— Pralhad Joshi (@JoshiPralhad) August 31, 2023

વિપક્ષ લાવ્યું હતું અવિશ્વાસ પ્રસ્તાવ
મણિપુર હિંસાના મુદ્દા પર વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યું હતું. તેના પર ચર્ચા દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષે એકબીજા વિરુદ્ધ જોરદાર હુમલા કર્યાં હતા. 

રાહુલ ગાંધી થયા હતા સામેલ
સંસદનું સભ્યપદ પરત મળ્યા બાદ ચોમાસુ સત્રમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો હતો. તેમણે પોતાના ભાષણમાં મણિપુર હિંસાને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતા. પીએમ મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન છેલ્લા દિવસે ગૃહમાં જવાબ આપ્યો હતો. આ અવિશ્વાસ પ્રસ્તાવમાં ધ્વનિમતથી વિપક્ષની હાર થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news