આ ગુજ્જુ ખેલાડીને રિલીઝ કરીને ગુજરાત ટાઈટન્સે કરી મોટી ભૂલ! મેદાન પર કરી નાખ્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
Gujarat Titans Released Players : ગુજરાત ટાઈટન્સે એક યુવા ખેલાડીને રિલીઝ કર્યો. આ ખેલાડીએ હવે બધાને ખોટા ઠારીને બીજા જ દિવસે એટલે કે 27 નવેમ્બરે 41 બોલમાં જ સદી ફટકારીને પોતાનામાં વિશ્વાસ ન ધરાવતા લોકોના મોઢા બંધ કરી દીધા.
Trending Photos
Gujarat Titans Released Players : આઈપીએલની આગામી સીઝન માટે ઓક્શન પહેલા તમામ ફ્રેન્ચાઈઝીઓએ કેટલાક ખેલાડીઓને રિટેન કર્યા તો કેટલાકને રિલીઝ કર્યા. હાર્દિક પંડ્યા જેવા ધૂરંધર ખેલાડીને મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ટ્રેડ કરી લીધો. આ બધા વચ્ચે ગુજરાત ટાઈટન્સે એક યુવા ખેલાડીને રિલીઝ પણ કર્યો. આ ખેલાડીએ હવે બધાને ખોટા ઠારીને બીજા જ દિવસે એટલે કે 27 નવેમ્બરે 41 બોલમાં જ સદી ફટકારીને પોતાનામાં વિશ્વાસ ન ધરાવતા લોકોના મોઢા બંધ કરી દીધા.
મચાવી ધમાલ
ચંડીગઢમાં સોમવારે રમાયેલી વિજય હજારે ટ્રોફીની ગ્રુપ-ડીની મેચમાં ગુજરાતે અરુણાચલ પ્રદેશને 8 વિકેટે હરાવી દીધુ. અરુણાચલ પ્રદેશની ટીમ 35.1 ઓવરમાં ફક્ત 159 રન જ કરી શકી. પીયુષ ચાવલા અને જયવીર પરમારે 3-3 વિકેટ લીધી. ત્યારબાદ ગુજરાતે 13 ઓવરમાં જ આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો. વિકેટકીપર બેટર ઉર્વિલપટેલે 41 બોલમાં જ અણનમ સદી ફટકારીને જીત અપાવી. ઉર્વિલે ઈનિંગમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા
રેકોર્ડ લિસ્ટમાં આવ્યું નામ
ઉર્વિલે લિસ્ટ એમાં પોાતની કરિયરની પહેલી સદી ફટકારી. તે લિસ્ટ એમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં બીજા નંબરે પહોંચી ગયો છે. ટોપ પર યુસુફ પઠાણ છે. જેણે બરોડા માટે 2010માં મહારાષ્ટ્ર વિરુદ્ધ 40 બોલમાં સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે 42 બોલમાં સદી ફટકારી છે. જે યાદીમાં ત્રીજા નંબરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે