બાંગ્લાદેશની ટીમને ચઢ્યું જીતનું અભિમાન, ભારતીય ટીમ સાથે કરી બેસ્યા એવી હરકત કે...
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ભારતીય ટીમ રવિવારે આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ (ICC U19 World Cup 2020) ની ફાઈનલ હારી ગઈ. આ સાથે જ ભારતીય ટીમને પાંચમો વર્લ્ડ ખિતાબ જીતવાનું સપનુ પણ ચકનાચૂર થઈ ગયું. પાડોશી બાંગ્લાદેશ (Bangladesh) ની ટીમે ભારતને ફાઈનલમાં ત્રણ વિકેટથી હારવી હતી. બાંગ્લાદેશના પ્લેયર્સ આ જીત બાદ એવા હોંશ ગુમાવી બેસ્યા કે, ભારતીય પ્લેયર્સ સાથે ગેરવર્તણૂંક કરવા લાગ્યા હતા, જેનો વીડિયો હાલ વાયરલ થયો છે.
Breaking News: SC/ST એક્ટ મામલે સુપ્રિમનો સૌથી મોટો ચુકાદો આવ્યો
બાંગ્લાદેશે અંડર-19 વર્લ્ડ કપ (ICC U19 Cricket World Cup) નો ખિતાબ પહેલીવાર જીત્યો છે. ખાસ વાત તો એ છે કે, બાંગ્લાદેશે (U19 Bangladesh) ક્રિકેટનો કોઈ પણ વર્લ્ડ કપ આ પહેલા જીત્યો નથી. તે આ આ ટુર્નામેન્ટમાં અજેય રહી હતી, અને એક પણ મેચ હારી ન હતી. ભારતીય ટીમ સાતમી વાર ફાઈનલમાં પહોંચી હતી. તેમાંથી તેને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સૌથી વધુ ચાર ખિતાબ ભારતીય ટીમના નામે છે.
Incredible scenes as Bangladesh celebrate their first ever U19 World Cup title!!#U19CWC | #INDvBAN | #FutureStars pic.twitter.com/OI2PXU7Eqw
— Cricket World Cup (@cricketworldcup) February 9, 2020
મેચ પૂરી થયા બાદ તરત મેદાન પર જે થયુ તે હેરાન કરી દે તેવુ હતું. બાંગ્લાદેશી ખેલાડીઓએ જીત બાદ ભારતીય પ્લેયર્સ સાથે ગેરવર્તણૂંક કરી હતી. બાંગ્લાદેશના તમામ પ્લેયર્સ મેચ જીત્યા બાદ મેદાનની વચ્ચે પહોંચી ગયા હતા. એક બાંગ્લાદેશી પ્લેયર ભારતીય પ્લેયરની પાસે પહોંચ્યો હતો અને તેની સામે ઉભો રહી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, બાંગ્લાદેશી પ્લેયરે ભારતીય પ્લેયર્સને કેટલીક ભડકાઉ વાત પણ કહી હતી.
Oscars 2020: બહુચર્ચિત ફિલ્મ ‘જોકર’ના Joaquin Phoenixને મળ્યો બેસ્ટ એક્ટરનો ઓસ્કાર
એવુ લાગુ રહ્યું હતું કે, વાત ચડસાચડસી પણ પહોંચી શકે છે, પરંતુ તેના બાદ અમ્પાયરે વચ્ચે પડીને બંને ટીમના પ્લેયર્સને એકબીજાથી દૂર કર્યા હતા. બાંગ્લાદેશના કેપ્ટન અકબર અલીએ બાદમાં પોતાના પ્લેયર્સના અતિ આક્રમક વલણ પર દિલગીરી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, જે થયું, તે દુર્ભાગ્યપૂર્ણ હતું.
અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકામાં રમવામાં આવી હતી. બાંગ્લાદેશે પોચેસ્ટ્રમમાં રમાયેલ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. તેણે ચાર વાર ચેમ્પિયન રહેલા ભારતને 177 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. તેના બાદ 42.1 ઓવરમાં સાત વિકેટ પર 170 રન બનાવીને મેચ જીતી હતી. વરસાદને કારણએ બાંગ્લાદેશને 46 ઓવરમાં 170 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો.
આ પહેલીવાર ન હતું, જ્યારે બાંગ્લાદેશના પ્લેયર્સે ભારતીય ક્રિકેટર્સ સાથે ગેરવર્તણૂંક કરી હતી. વર્ષ 2018 અને 2019માં પણ બાંગ્લાદેશના સીનિયર ક્રિકેટર્સે ભારતની વિરુદ્ધ મેચમાં આક્રમક હરકતો કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે