ક્રિકેટ ઉપર ફરીથી ફિક્સિંગના વાદળો ઘેરાયા, બે ખેલાડીઓ પર ICC એ લગાવ્યો 8 વર્ષનો પ્રતિબંધ

ICC એ સંયુક્ત અરબ અમીરાત (UAE) ના ખેલાડીઓ હયાત અને અશફાક અહમદ પર ભ્રષ્ટાચાર વિરોધી નિયમોના ઉલ્લંઘનમાં દોષી સાબિત થયા બાદ આઠ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. 

ક્રિકેટ ઉપર ફરીથી ફિક્સિંગના વાદળો ઘેરાયા, બે ખેલાડીઓ પર ICC એ લગાવ્યો 8 વર્ષનો પ્રતિબંધ

દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ સંયુક્ત અરબ અમીરાત (UAE) ના બે ખેલાડીઓ વિરુદ્ધ સખત પડલા ભરતા 8 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. યૂએઈ ક્રિકેટ ટીમના ખેલાડી આમિર હયાત અને અશફાક અહમદ પર સટ્ટા જેવા કાળા કામમાં સામેલ થવાનો આરોપ લાગ્યો હતો. આઈસીસીએ બન્ને ખેલાડીઓને તેમાં દોષી સાબિત થયા બાદ 8 વર્ષ સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેવાની સજા ફટકારી છે. 

યૂએઈના ખેલાડી આમિર અને અશફાક પર ભારતીય સટ્ટાબાજની સાથે મળી પોતાના દેશમાં ટી-20 વિશ્વકપ ક્વોલીફાઇંગ રાઉન્ડના મુકાબલા ફિક્સ કરવાનો પ્રયાસ કરવાનો દોષી સાબિત થવા પર ગુરૂવારે આઠ વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. આઈસલીસીએ યૂએઈના આ બન્ને ક્રિકેટરો પર ભ્રષ્ટાચાર વિરોધી નિયમના ઉલ્લંઘન માટે આરોપ નક્કી કર્યા હતા. ત્યારબાદ પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં આ બન્નેને તત્કાલ પ્રભાવથી અસ્થાયી રૂપથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. 

WTC-2: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના આગામી સત્રનો કાર્યક્રમ જાહેર, જાણો કોની સામે સિરીઝ રમશે ટીમ ઈન્ડિયા

આઇસીસીનો એન્ટી કરપ્શન એકમે પાકિસ્તાનમાં જન્મેલા આ બન્ને ક્રિકેટરો પર 13 સપ્ટેમ્બર 2020ના આરોપ લગાવ્યો હતો અને તેની સજા તે દિવસથી લાગૂ થશે. બન્ને ક્રિકેટરોએ ભારતીય સટ્ટાબાજ પાસે 4083 યૂએસ ડોલર (આશરે 4 લાખ રૂપિયા) લીધા હતા. ક્વોલીફાઇંગ રાઉન્ડના મુકાબલા ફિક્સ કરવા માટે આઈસીસીના આરોપ પત્રમાં આ સટ્ટાબાજની ઓળખ મિસ્ટર વાઈના રૂપમાં કરવામાં આવી હતી. હયાત ફાસ્ટ બોલર જ્યારે અહમદ બેટ્સમેન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news