Mahendra Singh Dhoni ના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લ્યૂ ટિક હટ્યું, ગણતરીના કલાકોમાં પાછું મળ્યું

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ટ્વિટર એકાઉન્ટથી અચાનક બ્લ્યૂ ટિક હટી ગયું. જો કે ગણતરીના કલાકોમાં ટ્વિટરે આ બ્લ્યૂ ટિક પાછું પણ આપી દીધુ. 

Mahendra Singh Dhoni ના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લ્યૂ ટિક હટ્યું, ગણતરીના કલાકોમાં પાછું મળ્યું

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ટ્વિટર એકાઉન્ટથી અચાનક બ્લ્યૂ ટિક હટી ગયું. જો કે ગણતરીના કલાકોમાં ટ્વિટરે આ બ્લ્યૂ ટિક પાછું પણ આપી દીધુ. જેવા મીડિયામાં ખબર આવ્યા કે ટ્વિટરે આ બ્લ્યૂ ટિક પાછું આપ્યું. ધોની ટ્વિટર પર ઓછા એક્ટિવ છે. એક કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે. ટ્વિટર પર તેમના લગભગ 8.2 મિલિયન ફોલોઅર્સ છે. દિગ્ગજ પૂર્વ ક્રિકેટરે છેલ્લા 8 જાન્યુઆરીના રોજ ટ્વીટ કરી હતી. આ અગાઉ પણ આવા અનેક મામલા સામે આવ્યા છે જે જ્યારે કોઈ પોલીસીનો  ભંગ થાય કે પછી યૂઝર એક્ટિવ ન રહે તો ટ્વિટરે આ રીતે બ્લ્યૂ ટિક હટાવી છે અથવા તો એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું છે. 

May be an image of text that says "Mahendra Singh Dhoni 480 Tweets Mahendra Singh Dhoni @msdhoni Follow Member TEAM INDIA, Biker, Gamer, hindi retro aficionado, an absolute pet-lover and perennially hungry for chicken butter masala India S facebook.com/MSDhoni 33 Following Born July 8.2M Followers Joined November 2009 Followed by Ravi Agrawal, Zee News Sports, and 27 others you follow Tweets Tweets & replies Media Likes Mahendra Singh Dhoni @msdhoni- Jan 8 If keep going to the farm there won't be any strawberry left for the market instagram.com/p/Clx0AucpSG5/... 0*"

નોંધનીય છે કે ટ્વિટરની વેરિફેકેશન પોલીસી મુજબ જો કોઈ પોતાનું હેન્ડલ બદલે તો બ્લ્યૂ ટિક બેજ હટાવી શકાય છે. જો ખાતું છ મહિનાથી વધુ સમય માટે નિષ્ક્રિય રહે તો પણ બ્લ્યૂ ટિક હટી શકે છે. ધોનીનું એકાઉન્ટ સસ્પેન્ડ તો નહતું થયું પરંતુ બ્લ્યૂ ટિક હટી ગઈ હતી.  કેપ્ટન કૂલ ટ્વિટર પર ભલે એક્ટિવ ન હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેમના નામની ચર્ચા હંમેશા રહે છે. ધોની ક્યારેક પોતાના ફાર્મ હાઉસ પર જોવા મળે છે તો ક્યારેક પોતાની અલગ હેર સ્ટાઈલના કારણે લોકો વચ્ચે ચર્ચામાં રહે છે. 

(તસવીર-ANI)

હાલમાં જ ધોની જ્યારે હેર સ્ટાઈલિસ્ટ આલિમ હકીમે તેમની નવી તસવીર પોસ્ટ કરી હતી ત્યારે ચર્ચામાં આવ્યા હતા. તેમણે મહેન્દ્ર સિંહ ધોનીની હેર સ્ટાઈલ પર કામ કર્યું હતું. જેને લોકોએ ખુબ વખાણી હતી. ધોનીનો નવો લૂક પ્રશંસકોને ખુબ પસંદ આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news