Rajkot: પોલીસના વ્યાજખોરો વિરોધી લોક દરબારમાં 86 થી વધુ અરજીઓ, વ્યાજંકવાદીઓ વૃદ્ધ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી ખંખેરે છે રૂપિયા

રાજકોટ (Rajkot) માં વ્યાજખોરો બેફામ બન્યા છે. પોલીસ બધું જાણતી હોવા છતાં આંખ આડા કાન કરે છે. લોક દરબાર દર વર્ષે થાય છે પણ કેમ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી તે મોટો સવાલ છે.

Rajkot: પોલીસના વ્યાજખોરો વિરોધી લોક દરબારમાં 86 થી વધુ અરજીઓ, વ્યાજંકવાદીઓ વૃદ્ધ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી ખંખેરે છે રૂપિયા

ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) શહેર પોલીસ દ્વારા વ્યાજખોરીનું દૂષણ ડામવા આજે લોકદરબાર (Lok Darbar) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 86 જેટલા વ્યાજખોરો (Money Lender) થી ત્રાસી અરજદારો પોલીસ (Police) સમક્ષ ન્યાયની માગ સાથે પહોંચ્યા હતા. રાજકોટ પોલીસે છેલ્લા ત્રણ વર્ષમાં 117 ફરિયાદ દાખલ કરી 326 આરોપીની ધરપકડ કરી કુલ 7 આરોપીઓને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે. આજે લોક દરબારમાં વ્યાજખોરો (Money Lender) ને ત્રાસથી કંટાળી ગયેલા લોકો પૈકી મોટાભાગના લોકો નાના ધંધાર્થીઓ અને બીમારી માત્ર રૂપિયા વ્યાજે લીધા હોઈ તેવા લોકો હતા.પોલીસ પાસે ન્યાયની માગ કરી રહ્યા હતા. ન્યાયની માગ કરતા સમયે આંખોમાંથી આંસુ વહેતા પણ નજરે પડતા હતા. 

5 લાખ વ્યાજે લીધા અને 13 લાખ ભર્યા, હજુ 10 લાખનું વ્યાજ માંગે છે - વૃદ્ધા
લોક દરબાર (Lok Darbar)  માં આવેલા કંચનબેન સોલંકીએ કહ્યું હતું કે, મારો દીકરો મહિને 50 હજાર રૂપિયા કમાઈ છે. જોકે 10 વર્ષ પહેલાં બીમારીને કારણે 5 લાખ રૂપિયા દીકરો લઈ આવ્યો હતો. વ્યાજખોરોને 5 લાખ ભરવા બીજે થી વ્યાજે લીધા અને તેનું વ્યાજ આપવા ત્રીજી જગ્યાએથી વ્યાજે રૂપિયા લીધા. અત્યાર સુધીમાં મિલકત અને દાગીના વેંચીને 13 લાખ તો અમે ચૂકવી દીધા છે. હજુ 10 લાખ રૂપિયા વ્યાજખોરો (Money Lender) માંગી રહ્યા છે. મારો પુત્ર ડરને કારણે રૂપિયા આપી દે છે. અમે બન્ને પતિ-પત્ની ઘરે કામ કરીને ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છીએ.

પુત્રના ધંધામાં નુકસાની આવતા અઢી લાખ 10 ટકા વ્યાજે લીધા
દિપ્તીબેન જૈનએ કહ્યું હતું કે, મારા પુત્ર હાર્દિકને ધંધામાં નુકસાની અને હોસ્પિટલમાં સારવાર અર્થે રૂપિયાની જરૂર હોવાથી રાજકોટના બે અને ચોટીલાના એક શખ્સ સહિત 3 લોકો પાસેથી 2.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેનું 10% વ્યાજ વસૂલી વ્યાજખોર ચેતન બોરીચા, કાના ભરવાડ અને ચોટીલાનો રવિ ઘરે આવી પરિવારના લોકોને પરેશાન કરી ધાકધમકી આપતો હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) માં અરજી કરતા તુરંત પોલીસ (Police) દ્વારા વ્યાજખોરો (Money Lender) સામે કાર્યવાહી કરી પરિવારને ન્યાય અપાવતા આજે તેઓ શાંતિપૂર્વક પોતાનું જીવન ગુજારી રહ્યા છે.

રાજકોટમાં વ્યાજંકવાદની બદી, છેલ્લા ત્રણ વર્ષમાં 117 ફરિયાદ
રાજકોટ (Rajkot) માં વ્યાજખોરો બેફામ બન્યા છે. પોલીસ બધું જાણતી હોવા છતાં આંખ આડા કાન કરે છે. લોક દરબાર દર વર્ષે થાય છે પણ કેમ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી તે મોટો સવાલ છે. રાજકોટ પોલીસે (Rajkot Police) છેલ્લા ત્રણ વર્ષમાં 117 ફરિયાદ દાખલ કરી 326 આરોપીની ધરપકડ કરી કુલ 7 આરોપીઓને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news