Tokyo Paralympics: ભારતીય તીરંદાજ હરવિંદર સિંહે જીત્યો બ્રોન્ઝ મેડલ, ભારતના નામે હવે 13 પદક
Tokyo Paralympics: ભારતીય આર્ચર હરવિંદર સિંહ (Harvinder Singh)એ આર્ચરીમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. આર્ચરીમાં ભારતનો પ્રથમ મેડલ છે.
Trending Photos
ટોક્યો: Tokyo Paralympics: ભારતીય આર્ચર હરવિંદર સિંહ (Harvinder Singh)એ આર્ચરીમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. આર્ચરીમાં ભારતનો પ્રથમ મેડલ છે. ટોક્યો પેરાઓલંમ્પિક રમતોમાં ભારતના નામે અત્યારે કુલ 13 મેડલ થઇ ગયા છે જે એક ઐતિહાસિક કારનામું છે. પહેલીવાર ભારતના નામે 13 મેડલ કોઇ પેરાલિંપિક્સ રમતમાં આવ્યા છે.
#BREAKING : ભારતને #PARALYMPICS માં #Archery માં મળ્યો પ્રથમ મેડલ... #Archery માં હરવિંદર સિંહે જીત્યો #Bronze મેડલ@NBCOlympics @Tokyo2020hi
#zee24kalak #SPORTSUPDATE #HarvinderSingh @ArcherHarvinder #ParaArchery #ParaOlympics @KirenRijiju @Anurag_Office pic.twitter.com/UbBccw78u4
— Zee 24 Kalak (@Zee24Kalak) September 3, 2021
શૂટઓફમાં પહોંચેલા બ્રોન્ઝ મેચમાં હરવિંદરે કોરિયાના ખેલાડીને 6-5 થી હરાવ્યા અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી દીધો. પાંચ સેટની રમત બાદ બંને ખેલાડી 5-5 ની બરાબરી કરી હતી. પરંતુ શૂટઆઉટમાં ભારતના આર્ચરે બાજી મારી અને સેટ જીતીને ભારતને વધુ એક મેડલ અપાવ્યો છે.
#BreakingNews : ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના મેડલોની સંખ્યા 13 પર પહોંચી...ભારતના ખાતામાં 2 #Gold , 6 #Silver અને 5 #Bronze મેડલ આવ્યા...@NBCOlympics @WeAreTeamIndia @Tokyo2020hi #PARALYMPICS #zee24kalak #SPORTSUPDATE @KirenRijiju @Anurag_Office pic.twitter.com/LUpaUTLmUK
— Zee 24 Kalak (@Zee24Kalak) September 3, 2021
હરવિંદર સિંહે જર્મનીના મૈક સ્ઝાર્સઝેવ્સ્કીને 6-2 ને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યા હતા. ફાઇનલમાં તેમણે તીરંદાજને શૂટઓફમાં હરાવીને બ્રોન્ઝ મેડલ પર કબજો કરી લીધો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે