Tokyo Olympics: 'આ અકલ્પનીય લાગે છે', ગોલ્ડ જીત્યા બાદ કંઈ આ રીતે ભાવુક થયો Neeraj Chopra
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ (Neeraj Chopra) ગોલ્ડને નિશાન બનાવીને ઇતિહાસ રચ્યો હતો. જેવલિન થ્રો ફાઇનલમાં નીરજે 87.58 ના શ્રેષ્ઠ અંતર સાથે ગોલ્ડ જીત્યો
Trending Photos
નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ (Neeraj Chopra) ગોલ્ડને નિશાન બનાવીને ઇતિહાસ રચ્યો હતો. જેવલિન થ્રો ફાઇનલમાં નીરજે 87.58 ના શ્રેષ્ઠ અંતર સાથે ગોલ્ડ જીત્યો. ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ નીરજે પોતાના ગ્રુપમાં ટોપ કર્યું હતું.
ચોપડાએ (Neeraj Chopra) ત્રણ દિવસ અગાઉ ક્વોલિફિકેશનમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને ફાઇનલમાં પણ વધુ સારું પ્રદર્શન અને 87.58 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ તે ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર બીજો ભારતીય બન્યો જે દેશના ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં પણ પ્રથમ મેડલ છે.
આ પણ વાંચો:- Gold in Olympics: હરિયાણા કે છોરે ને લઠ્ઠ ગાડ દિયા, જાણો Neeraj Chopraની ગોલ્ડ સુધીની સફર
આ અકલ્પનીય લાગે છે: નીરજ ચોપડા
સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ (Neeraj Chopra) ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યા બાદ કહ્યું, 'આ અકલ્પનીય લાગે છે'. નીરજ ચોપડાએ દાવો કર્યો હતો કે તેને પોડિયમની ટોચની સ્થિતિ અંગે ખાતરી નહતી જો કે, તેને તેના પ્રદર્શન દરમિયાન આત્મવિશ્વાસ પુરૂ હતો.
23 વર્ષના ચોપડાએ (Neeraj Chopra) ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યા બાદ કહ્યું કે, "હું વિશ્વાસ કરી શકતો નથી. પ્રથમ વખત છે જ્યારે ભારતે એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, તેથી હું ખૂબ ખુશ છું. આપણી પાસે અન્ય રમતોમાં માત્ર એક ઓલિમ્પિક ગોલ્ડ છે. એથ્લેટિક્સમાં આ આપણો પ્રથમ ઓલિમ્પિક મેડલ છે. તે મારા અને દેશ માટે ગૌરવની ક્ષણ છે.
હું ખૂબ ખુશ છું: નીરજ
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે ગોલ્ડ મેડલ જીતીને આશ્ચર્ય પામ્યા હતા, જેમાં મહાન જર્મન રમતવીર યોહાનેસ વેટર પણ સામેલ હતા. તેણે કહ્યું, 'મેં ક્વોલિફિકેશન રાઉન્ડમાં ખૂબ જ સારો થ્રો કર્યો હતો તેથી મને ખબર હતી કે હું ફાઇનલમાં વધુ સારું કરી શકું છું'.
તેણે કહ્યું, 'પરંતુ મને ખબર નથી કે તે ગોલ્ડ હશે કે નહીં પણ હું ખૂબ ખુશ છું'. કોઈએ પણ તેની આશા નહીં હોય કે, ચોપડા ઓલિમ્પિક જેવા મંચ પર આ રીતે દબદબો બનાવી ગોલ્ડ મેડલ જીતશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે