Tokyo Olympics: પીવી સિંધુ 16મા રાઉન્ડમાં પહોંચી, પદકની આશા જાગી, સતત બીજી મેચ જીતીને નોકઆઉટમાં

આ પહેલાં એનગાય યી વિરૂદ્ધ પાંચ મુકાબલામાં પણ સિંધુએ જીત પ્રાપ્ત કરી હતી. પહેલી રમતમાં પીવી સિંધુ પોતાની પ્રતિદ્વંદી પર હાવી રહી. જેના પરિણામે સિંધુને પ્રથમ ગેમમાં ફક્ત 15 મિનિટમાં જીત પ્રાપ્ત કરી છે. 

Tokyo Olympics: પીવી સિંધુ 16મા રાઉન્ડમાં પહોંચી, પદકની આશા જાગી, સતત બીજી મેચ જીતીને નોકઆઉટમાં

ટોક્યો: ભારતીય શટલર પીવી સિંધુએ ટોક્યો ઓલમ્પિકમાં પ્રદર્શન કરતાં નોકઆઉટ તબક્કામાં સ્થાન બનાવી લીધું છે. ગ્રુપ-જેના પોતાના બીજા મુકાબલામાં સિંધુએ હોંગકોંગની ચ્યુંગ એનગાન યીને સરળતાથી 21-9, 21-16 થી હરાવી. મહિલા સિંગલ્સમાં ભારતની એકમાત્ર પીવી સિંધુએ 36 મિનિટમાં આ મુકાબલો પોતાના નામે કરી દીધો છે. 

વર્લ્ડ નંબર 7 સિંધુએ ચ્યુંગ એનગાન યી ના વિરૂદ્ધ પોતાનો રેકોર્ડ 6-0 કરી લીધો છે.  આ પહેલાં એનગાય યી વિરૂદ્ધ પાંચ મુકાબલામાં પણ સિંધુએ જીત પ્રાપ્ત કરી હતી. પહેલી રમતમાં પીવી સિંધુ પોતાની પ્રતિદ્વંદી પર હાવી રહી. જેના પરિણામે સિંધુને પ્રથમ ગેમમાં ફક્ત 15 મિનિટમાં જીત પ્રાપ્ત કરી છે. 

બીજી ગેમની શરૂઆતમાં સિંધુએ ચાર પોઇન્ટની બઢત બનાવી લીધી. પરંતુ એનગાન યીએ શાનદાર વાપસી કરી અને તે 11-10 થી આગળ આવી ગઇ. સિંધુએ ગેમ વચગાળા બાદ બેજોડ વાપસી કરતાં 13-12 ની બઢત બનાવી લીધી છે. સિંધુ ત્યારબાદ ફોર્મમમાં જોવા મળી અને સતત પાંચ પોઇન્ટ પ્રાપ્ત કરી સ્કોર 19-14 કરી દીધો. અંતત: સિંધુએ 21 મિનિટમાં બીજી ગેમ જીતીને મેચ પોતાના નામે કરી દીધી છે. 

સિંધુ પાસે ટોક્યો ઓલમ્પિકમાં પણ પદાની આશા રાખવામાં આવી રહી છે. રિયો ઓલમ્પિકની સિલ્વર મેડલિસ્ટ સિંધુના ખિતાબી અભિયાનનો શાનદાર આગાજ કર્યો હતો. રવિવારે પોતાના મુકાબલામાં સિંધુએ ઇઝરાયલની સેનિયા પોલિકારપોવાને સરળતાથી 21-7, 21-10 થી હરાવી હતી. 

વર્લ્ડૅ નંબર 7 સિંધુએ ટોક્યો ઓલમ્પિક માટે સરળતાથી ક્વોલિફાઇ કરી લીધી, કારણ કે તે બીડબ્લ્યૂએફ રેકિંગમાં ટોપ 10 ખેલાડીઓમાં સામેલ હતી. પોતાની બીજી ઓલમ્પિક રમત રમી રહેલી સિંધુને મહિલા સિંગલમાં છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને તેમને ગ્રુપ 'જે'માં રાખવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news