Jammu-Kashmir: કિશ્તવાડમાં વાદળ ફાટતા 4 લોકોના મોત, 40 લોકો ગૂમ
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાશી ચાર લોકોના મોત થયા છે. કિશ્તવાડ જિલ્લાના હોનજર વિસ્તારમાં સવારે લગભગ 4.20 વાગ્યાની આસપાસ વાદળ ફાટવાથી છ ઘર અને એક રાશન ડેપો તેની ઝપેટમાં આવી ગયા.
Trending Photos
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાશી ચાર લોકોના મોત થયા છે. કિશ્તવાડ જિલ્લાના હોનજર વિસ્તારમાં સવારે લગભગ 4.20 વાગ્યાની આસપાસ વાદળ ફાટવાથી છ ઘર અને એક રાશન ડેપો તેની ઝપેટમાં આવી ગયા. આ અકસ્માત બાદ 40 લોકો ગૂમ છે. જેમના મોતની ભીતિ સેવાઈ રહી છે.
રાહત અને બચાવ કાર્યમાં લાગી સેના
કિશ્તવાડમાં વાદળ ફાટ્યા બાદ ભારતીય સેના, એનડીઆરએફ, જમ્મુ કાશ્મીર પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. રેસ્ક્યૂ ટીમ અકસ્માત બાદ ગૂમ થયેલા લોકોની શોધમાં લાગી છે. હોનજર આંતરિયાળ વિસ્તાર છે આથી રાહત ટીમને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અકસ્માતમાં આ 4 લોકોએ જીવ ગુમાવ્યા
1. સાજા બેગમ
2. રકીતા
3 ગુલામ નબી (ફૂડ ડેપો ચોકીદાર)
4. અબ્દુલ મજીદ (શિક્ષક)
ગૂમ થયેલા લોકોની શોધ ચાલુ
કિશ્તવાડના એકએસપી શફકત ભટે જણાવ્યું કે ચાર મૃતદેહો મળી આવ્યા છે. અકસ્માત બાદ અનેક લોકો ગૂમ છે. જેમની સંખ્યા 36ની આસપાસ છે. તેમણે કહ્યું કે તેમને ભાળ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે તેમના માર્યા ગયા હોવાની શંકા છે.
#KishtwarPoliceHelpDesk
In view of heavy rainfall in Kishtwar, In case of any emergency, people can contact the following officers.
SSP Kishtwar 9419119202
Adl.SP Kishtwar9469181254
Dy.SP Hqrs9622640198
SDPO Atholi9858512348@JmuKmrPolice @ZPHQJammu @Shafqat23962567 @kishtwari099 pic.twitter.com/pG3anopvI4
— DISTRICT POLICE KISHTWAR (@SSPKishtwar) July 27, 2021
પોલીસે હેલ્પલાઈન નંબર બહાર પાડ્યા
જિલ્લા પોલીસ કિશ્તવાડે ટ્વીટ કરીને અકસ્માતની જાણકારી આપી અને હેલ્પલાઈન નંબર જાહેર કર્યા. પોલીસે ટ્વીટ કરીને કહ્યું કે કિશ્તવાડમાં ભારે વરસાદને જોતા ઈમરજન્સી સ્થિતિમાં લોકો આ નંબર પર સંપર્ક કરી શકે છે. SSP Kishtwar 9419119202, Adl.SP Kishtwar9469181254, Dy.SP Hqrs9622640198, SDPO Atholi9858512348.
હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતા 10 લોકો ગૂમ
હિમાચલ પ્રદેશના લાહોલ-સ્પીતિમાં પણ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. લાહોલ સ્પીતિમાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવ્યું જેના કારણે 10 લોકો ગૂમ છે. હિમાચલ પ્રદેશ પોલીસ અને આઈટીબીપીની ટીમો ગૂમ થયેલા લોકોની શોધ કરી રહી છે. જો કે મંગળવારે પાણીના પૂરપાટ પ્રવાહના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં વિધ્ન આવ્યું હતું. આજે સવારથી ફરીથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે