Tokyo Olympics LIVE: હોકીમાં જીત, વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઇનલમાં હારી

ટોક્યો ઓલિમ્પિકના 13માં દિવસે ભારતના ખાતામાં વધુ મેડલ આવી શકે છે. આજે ભારતીયોની નજર હોકી મેચ અને રેસલિંગ ઇવેન્ટ પર રહેશે. તમામ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો... 

Tokyo Olympics LIVE: હોકીમાં જીત, વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઇનલમાં હારી

ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકમાં 13માં દિવસે ગુરૂવારે ભારતને રેસલિંગમાં રવિ દહિયા ગોલ્ડ મેડલ અપાવી શકે છે. તે પુરૂષોના ફ્રીસ્ટાઇલ 57 કિલોના ફાઇનલમાં પહોંચી ગયો છે અને બપોર બાદ 2.45 કલાકે તેનો મુકાબલો શરૂ થવાનો છે. જો રવિ જીતે છે તો ગોલ્ડ મળશે અને હારે તો સિલ્વર. તે રશિયા ઓલિમ્પિક સમિતિના જાવુર યુગુએવ વિરુદ્ધ મેટ પર હશે. આ સિવાય દીપક પૂનિયા પણ પોતાના બ્રોન્ઝ મેડલ મેચ માટે ઉતરશે. મહિલા વર્ગમાં વિનેશ ફોગાટનો સામનો ફ્રીસ્ટાઇલ 53 કિલોમાં સ્વીડનની સોફિયા મૈગડેલેના મૈટસન સામે થશે. મહિલા રેસલર અંશુ મલિક પણ ફ્રીસ્ટાઇલ 57 કિલોમાં પોતાની બ્રોન્ઝ મેડલ મેચમાં રશિયા ઓલિમ્પિક સમિતિની વાલેરિયા કોબલોવા વિરુદ્ધ ઉતરશે. રેસલિંગ સિવાય હોકીમાં પણ ભારતીય પુરૂષ ટીમ બ્રોન્ઝ મેડલ મેચમાં જર્મની સામે ટકરાશે. આ સિલાય ભારત એથ્લેટિક્સ અને ગોલ્ફમાં પણ પોતાનો પડકાર રજૂ કરશે.

Tokyo Olympic Live Update

વિનેશ ફોગાટ ક્વાર્ટરમાં હારી
ભારતની સ્ટાર મહિલા રેસલર વિનેશ ફોગાટના અભિયાનને મોટો ઝટકો લાગ્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં બેલારૂસની રેસલર સામે વિનેશનો 3-9થી પરાજય થયો છે. આ સાથે વિનેશનું ઓલિમ્પિક ગોલ્ડ જીતવાનું સપનું અધુરૂ રહી ગયું છે.

હોકીમાં ભારતના નવા અધ્યાયની શરૂઆત
હોકીમાં ભારતનો ભૂતકાળ શાનદાર રહ્યો છે. ભારત ઓલિમ્પિકમાં અત્યાર સુધી 8 ગોલ્ડ મેડલ જીત્યું છે. આ સિવાય બે બ્રોન્ઝ અને એક સિલ્વર એમ હોકીમાં ભારતને કુલ 11 મેડલ મળેલા છે. પરંતુ 1980 બાદ ભારતનું પ્રદર્શન ખરાબ થતુ રહ્યું અને ટીમ 2008ની ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરી શકે નહીં. ત્યારબાદ ભારતનો આ બ્રોન્ઝ મેડલ ખુબ ખાસ છે. તેનાથી અનેક લોકોને પ્રેરણા મળશે અને હોકીમાં ભારતના નવા અધ્યાયની શરૂઆત થશે. 

- મહિલા રેસલર અંશુ મલિકે બ્રોન્ઝની તક ગુમાવી
ભારતની યુવા મહિલા રેસલર અંશુ મલિકને પ્રથમ રાઉન્ડમાં હાર બાદ એક તક મળી હતી. પરંતુ રશિયા ઓલિમ્પિક સમિતિની ખેલાડી સામે અંશુ મલિકનો પરાજય થયો છે. આ સાથે તેની ઓલિમ્પિકની સફર સમાપ્ત થઈ ગઈ છે. 

- બીજા ક્વાર્ટરમાં ભારતની વાપસી
ભારતે જર્મની સામે બીજા ક્વાર્ટરમાં શાનદાર વાપસી કરી છે. હાઈ ટાઇમ સુધી સ્કોર 3-3થી બરોબર થઈ ગયો છે. ભારતે આ ક્વાર્ટરમાં ત્રણ તો જર્મનીએ બે ગોલ કર્યા છે. હવે આગામી 30 મિનિટ નિર્ણાયક બની રહેશે. 

- પ્રથમ ક્વાર્ટરમાં જર્મનીને મળી લીડ
ભારત અને જર્મની વચ્ચે બ્રોન્ઝ મેડલ મેચ શરૂ થઈ ગઈ છે. જર્મનીએ મેચની બીજી મિનિટે ગોલ કરી લીડ મેળવી લીધી છે. 

- ગોલ્ફ કોર્ટથી પણ આવી શકે છે ખુશખબર. અદિતી અશોક કરી રહી છે સારૂ પ્રદર્શન.

- ભારતનો આજનો કાર્યક્રમ

What else is lined up for 5 Aug? Take a look 👇🏻 and don't forget to #Cheer4India pic.twitter.com/klRahd19xk

— SAIMedia (@Media_SAI) August 4, 2021

- આ સિવાય એક મુકાબલામાં બધાની નજર હશે તે છે ભારત અને જર્મની પુરૂષ હોકી ટીમ વચ્ચે બ્રોન્ઝ મેડલ મેચ. આ મેચ સવારે સાત કલાકે શરૂ થશે.

- ભારતની સ્ટાર મહિલા રેસલર વિનેશ ફોગાટ પણ આજે પોતાના અભિયાનની શરૂઆત કરશે. 

- તો દીપક પૂનિયા અને અંશુ મલિક પાસે પણ બ્રોન્ઝ મેડલ જીતવાની તક હશે.

- રવિ દહિયાનો સિલ્વર મેડલ પાક્કો થઈ ચુક્યો છે પરંતુ તે ભારતો પ્રથમ ગોલ્ડ મેડલિસ્ટ રેસલર બનવા ઈચ્છશે. 

- કુશ્તીમાં એક મેડલ પાક્કો છે. તો બે અન્ય રેસલરોનો પ્રયાસ પોડિયમ સુધી પહોંચવાનો હશે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news