Tokyo Olympic: હાથ મિલાવવાની પરમિશન નહી, તેમછતાં Olympic વહેંચવામાં આવશે 1.50 લાખ Condom, જાણો નિયમ
Trending Photos
નવી દિલ્હી: ગત વર્ષે કોરોના વાયરસ (Corona Virus) ના લીધે રદ થયેલા ટોક્યો ઓલંપિક (Tokyo Olympic) આ વર્ષે જુલાઇમાં ફરીથી આયોજિત કરવામાં આવશે. ઓલંપિક રમતો શરૂ થતાં તેને આયોજકોને 33 પાનાનો એક વાયરસ રૂલ બુક જાહેર કરવામાં આવ્યો છે. આ રૂલ બુકમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેમાં ખેલાડીઓને પરસ્પર હાથ મિલાવવાની પરવાનગી નથી, પરંતુ તેમછતાં ટોક્યો ઓલંપિક (Tokyo Olympic) માં 150000 કોન્ડોમ વહેંચવામાં આવશે.
હાથ મિલાવવા પર પ્રતિબંધ, પરંતુ થઇ શકે છે ફિજિકલ
જાપાન ટુડેના એક રિપોર્ટ અનુસાર ખેલાડીઓને એકબીજાના હાથ મિલાવવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ તેમછતાં ખેલાડીઓ વચ્ચે 150000 ફ્રી કોન્ડોમ્સ વહેંચવામાં આવશે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જે ખેલાડીઓ નિયમ તોડશે તેને ઓલંપિકમાંથી બહાર કરવામાં આવશે. જોકે આયોજકોએ એ પણ કહ્યું કે આ રૂલ બુકની સમીક્ષા એપ્રિલ અને જૂનમાં કરવામાં આવશે અને જરૂર પડતાં તેમાં ફેરફાર કરવામાં આવશે.
દર ચાર દિવસે થશે કોરોના ટેસ્ટ
ટોક્યો ઓલંપિક (Tokyo Olympic) ના જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ખેલાડીઓના દર ચાર દિવસે કોરોના વાયરસની તપાસ થશે. જો કોઇપણ ખેલાડી પોઝિટિવ અથવા સંક્રમિત મળી આવે છે તો તેને ભાગ લેતાં રોકી દેવામાં આવશે. રૂલ બુકમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જાપાન આવનાર ખેલાડીઓને 72 કલાકની અંદર કોરોના તપાસનો રિપોર્ટ આપવો પડશે. સાથે જ જાપાન આવ્યા બાદ તમામ ખેલાડીઓની ફરીથી કોરોના તપાસ કરવામાં આવશે.
23 જુલાઇથી શરૂ થશે ખેલોનો મહાકુંભ
ટોક્યો ઓલંપિક (Tokyo Olympic) નું આયોજન ગત વર્ષે જુલાઇમાં થવાનું હતું, પરંતુ દુનિયાભરમાં કોરોના વાયરસના વધતા જતા કેસના લીધે તેને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. હવે ઓલંપિક આ વર્ષે 23 જુલાઇ 2021 થી આયોજિત થશે. જ્યારે ઓલંપિકનો અંતિમ દિવસ 8 ઓગસ્ટ 2021 થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે