વીમા પોલિસીના ડોક્યુમેન્ટસને 'DIGILOCKER' માં મુકવા માટે સુવિધા ઉપલબ્ધ

પોલિસીના કાગળો ખૂબ જ મહત્વના હોય છે, જરૂરના સમયે જો આ કાગળો તમને નહીં મળે અથવા તો સારી હાલતમાં નહીં મળે તો આ પોલિસીનો ફાયદાઓથી તમે વંચિત રહી શકો છો.

વીમા પોલિસીના ડોક્યુમેન્ટસને 'DIGILOCKER' માં મુકવા માટે સુવિધા ઉપલબ્ધ

ઝી બ્યૂરો, અમદાવાદઃ હવે તમારે હેલ્થ પોલિસી, લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી અથવા મોટર પોલિસીની સુરક્ષાને લઈ વધારે ચિંતા કરવાની જરૂર નથી. આ પોલિસીના ડોક્યુમેન્ટસને ફાઈલમાં સાચવીને રાખવાની અથવા તો ઈ-મેલમાં રાખીને અલગ ફોલ્ડર બનાવવાની પણ જરૂર નથી. હવે તમે જલ્દી જ આ ડોક્યુમેન્ટસને સરકારી સુરક્ષા હેઠળ 'DIGILOCKER'માં રાખી શકશો. પોલિસીના કાગળો ખૂબ જ મહત્વના હોય છે, જરૂરના સમયે જો આ કાગળો તમને નહીં મળે અથવા તો સારી હાલતમાં નહીં મળે તો આ પોલિસીનો ફાયદાઓથી તમે વંચિત રહી શકો છો. પરંતુ, હવે તમે ડીજીલોકરમાં આ કાગળોને કાયમ માટે સુરક્ષિત રાખી શકશો.

વીમા કંપનીઓ આપશે 'DIGILOCKER'ની સુવિધા
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી બોડી IRDAI દ્વારા વિમા કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે કે તે પોતાના ગ્રાહકોને 'DIGILOCKER'ની સુવિધાઓ વિશે માહિતગાર કરે. અને સાથે જ ગ્રાહકોને સમજાવે કે કેવી રીતે તેઓ પોતાના વિમાના કાગળોને આ ડીજીટલ લોકરમાં મુકી શકે.

IRDAIએ વિમા કંપનીઓને આદેશ આપ્યો છે કે તેઓ IT સિસ્ટમને 'DIGILOCKER' સુવિધા સાથે જોડે અને ઈન્સ્યોરન્સ સેક્ટરમાં 'DIGILOCKER'ની સુવિધાને પ્રોત્સાહન મળે. જેનાથી ગ્રાહકો ડીજીલોકરના વપરાશથી પોતાની દરેક પોલિસીને રેકોર્ડમાં સાચવીને રાખી શકે.

'DIGILOCKER'થી વીમા સેક્ટરની સુવિધામાં થશે વધારો
IRDAIએ પોતાના સર્કુક્યુલરમાં દાવો કર્યો છે કે ડીજીલોકરથી વિમા સેક્ટરના ખર્ચ પર નિયંત્રણ આવશે અને ગ્રાહકોની ફરિયાદો પણ ઓછી થશે. જેના કારણે વિમા સેવાઓના રિસ્પોન્સ ટાઈમમાં પણ ઘટાડો થશે, પ્રોસેસિંગ અને ક્લેમ સેટલમેન્ટમાં પણ આસાની થશે. જેના કારણે વગરકારણના ઝઘડાઓ અને ફરિયાદોનો અંત આવશે. DIGILOCKER માટે IRDAI વિમા કંપનીઓને સહાયતા માટે તૈયાર છે.

શું હોય છે 'DIGILOCKER'?
આ ડીજીટલ લોકર છે, એટલે કે ડિજિટલ વોલ્ટ. જેમાં તમે તમારા જરૂરી દસ્તાવેજોની નકલ રાખી શકો છો. જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ અને અન્ય ઘણા દસ્તાવેજો પણ તેમાં સુરક્ષિત રાખી શકાય છે.

ક્યાં મળશે 'DIGILOCKER'?
ડીજીલોકરની એપ્લિકેશન તમે એન્ડ્રોઈડ ફોન માટે ગૂગલ પ્લેમાંથી ડાઉનલોડ કરી શકો છો. iOS મોબાઇલ માટે એપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. ડીજીલોકરમાં રાખેલા તમામ દસ્તાવેજો માન્ય છે, એટલે કે, જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે, કોઈ શારીરિક નકલની જરૂર નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news