આજનો દિવસ ભારતના ક્રિકેટ ઇતિહાસમાં લખાયેલો છે સુવર્ણ અક્ષરે કારણ કે...

સાત વર્ષ પહેલાં આજના દિવસે ઐતિહાસિક ઘટના બની હતી

આજનો દિવસ ભારતના ક્રિકેટ ઇતિહાસમાં લખાયેલો છે સુવર્ણ અક્ષરે કારણ કે...

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા દુનિયાની ટોપ ક્રિકેટ ટીમમાંથી એક છે. ભારતમાં ક્રિકેટની સ્થિતિ માત્ર સિનિયર પુરુષ ક્રિકેટ ટીમની જ નહીં પણ જુનિયર ક્રિકેટ ટીમની સ્થિતિ પણ ધીરેધીરે સારી થઈ રહી છે. આ સુધારાની શરૂઆત સાત વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાના ટાઉન્સવિલેમાં થઈ હતી જ્યારે ઉન્મુક્ત ચંદ (Unmukt Chand)ની કેપ્ટનશીપ હેઠળ ભારતની અંડર 19 ટીમે ત્રીજી વાર વિશ્વ કપ ખિતાબ જીતવાની સફળતા મેળવી હતી. 2012માં ટીમ ઇન્ડિયાએ ઉન્મુક્ત ચંદની કેપ્ટનશીપમાં આ કમાલ કરી બતાવી હતી. ટીમ ઇન્ડિયાની આ જીત એ વાતનો પુરાવો છે કે ભારતમાં હવે ક્રિકેટની સ્થિતિ મજબૂત બની છે. 

આ પહેલાં ટીમ ઇન્ડિયાએ પહેલીવાર 2000માં અંડર 19 વિશ્વકપ જીત્યો હતો. આ પછી 2008માં વિરાટ કોહલીએ પોતાના નામે આ સિદ્ધિ મેળવી હતી. ત્રીજી વાર ઉન્મુક્ત ચંદની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ અંડર 19 વિશ્વકપ જીત્યો હતો. આ જીતના સિલસિલામાં 2018માં ભારતે ફરીવાર આ ખિતાબ જીત્યો હતો. 

2012માં ટીમ ઇન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે હતો. આ ટીમમાં કેમરૂન બૈંક્રોફ્ટ અને ટ્રેવિસ હેડ જેવા દિગ્ગજો હતો જે આજે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમનો હિસ્સો છે. ટીમ ઇન્ડિયાની કમાન ઉન્મુક્ત ચંદના હાથમાં હતી અને ટીમમાં હનુમા વિહારી અને સંદીપ શર્મા જેવા ખેલાડી હતી. વિહારી હાલમાં વેસ્ટ ઇન્ડિઝમાં ટેસ્ટ મેચ રમી રહ્યો છે અને સંદીપ શર્મા આઇપીએલમાં હૈદરાબાજના મજબૂત બોલર છે. આ મેચમાં ટોસ ઉન્મુક્ત ચંદે જીત્યો હતો અને પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news