આજથી ફુટબોલના મહાકુંભનો પ્રારંભ, એક મહિનો ચાલશે ટૂર્નામેન્ટ, કુલ 64 મેચ રમાશે

આજથી ફુટબોલના મહાકુંભનો પ્રારંભ, એક મહિનો ચાલશે ટૂર્નામેન્ટ, કુલ 64 મેચ રમાશે

રૂસઃ બસ હવે થોડાક જ કલાકમાં વિશ્વની સૌથી મોટો સ્પોર્ટ્સ ઇવેન્ટ શરૂ થઇ જશે. જી હા. ફીફા વર્લ્ડકપ 2018નો પ્રારંભ થશે. ફુટબોલ વર્લ્ડકપ શરૂ થવાને માત્ર ગણતરીના કલાકો જ બાકી છે. ફૂટબોલ પ્રેમીઓ આતુરતાપૂર્વક આ ક્ષણની રાહ જોઇ રહ્યાં છે. 14 જુનથી 15 જુલાઇ એટલે કે એક મહિના સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં 32 ટીમો વિશ્વ ચેમ્પિયન બનવા માટે સંઘર્ષ કરશે. જેમાં કુલ 64 મેચ રમાશે. જેના માટે રૂસના 11 શહેરના 12 સ્ટેડિયમ તૈયાર કરી દેવાયા છે.આ ટૂર્નામેન્ટમાં કુલ 32 ટીમ ભાગ લઈ રહી છે.

ટૂર્નામેન્ટમાં પ્રથમ દિવસને બાદ કરતા દરરોજ ત્રણ મેચ રમાવાની છે. ભારતીય સમય અનુસાર પ્રથમ મેચ સાંજે 5.30 કલાકે. બીજી મેચ રાત્રે 8.30 કલાકે અને ત્રીજી મેચ રાત્રે 11.30 કલાકે શરૂ થશે. ફૂટબોલ વર્લ્ડકપ વિશ્વમાં સૌથી લોકપ્રિય અને સૌથી મોંઘી સ્પોર્ટ્સ ઇવેન્ટ છે. રૂસે ફિફા વર્લ્ડકપમાં 1 લાખ 43 હજાર કરોડનો ખર્ચ કર્યો છે અને આ રકમ વિશ્વના 211 દેશોમાંથી 99 દેશની જીડીપી કરતા પણ વધુ છે. ફીફા વર્લ્ડકપના કારણે રુસની ઇકોનોમીમાં 10 વર્ષમાં 2.09 લાખ કરોડનો ફાયદો થશે.

રૂસે ફીફાના આયોજન માટે રમત અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 88 હજાર કરોડનો ખર્ચ કર્યો. 30 હજાર કરોડ વિજ્ઞાપન અને સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ પર ખર્ચ કરાયા. 25 હજાર કરોડ ટૂરિઝમ અને ફૂડ પર ખર્ચાયા. 46 હજાર કરોડ ટ્રાન્સપોર્ટ અને હેલ્થ-સિક્યોરિટી પર 28 હજાર કરોડ સ્ટેડિયમના નિર્માણ સહિતનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે આ સૌથી મોંઘા ફૂટબોલ વિશ્વકપ માટે પાંચ ટીમોને ચેમ્પિયન્સ માટે દાવેદાર માનવામાં આવી રહી છે. ફીફા રેન્કિંગમાં ટોપ-5 ટીમ જર્મની, બ્રાઝીલ, બેલ્જિયમ, પોર્ટુગલ, આર્જેન્ટીના જીત માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news